________________
શતક—૧૩ : ઉદ્દેશક-૪
ધર્માસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના :–
સ્વરૂપ
જઘન્ય
મધ્યમ (૧)
મધ્યમ(૨)
ઉત્કૃષ્ટ
ધર્માસ્તિકાયના પ્રદેશની સ્થિતિ
લોકાન્તે ખૂણામાં
લોકાન્તે વક્ર ભાગમાં
લોકાન્તે સીધા ભાગ પર લોકની અંદર
ધર્માસ્તિકાય
સ્પર્શના
૩ પ્રદેશ
૪ પ્રદેશ
૫ પ્રદેશ
પ્રદેશ
૫૩
અધાસ્તિકાય
સ્પર્શના
૪ પ્રશ
પ પ્રદેશ
૬ પ્રદેશ
૭ પ્રદેશ
૩. ધર્માસ્તિકાયની આકાશાસ્તિકાય સાથે સ્પર્શનાઃ- ધર્માસ્તિકાયનો પ્રત્યેક પ્રદેશ આકાશાસ્તિકાયના ૭ પ્રદેશોને નિયમા સ્પર્શે છે. આકાશ દ્રવ્ય લોક અને અલોક બંનેમાં વ્યાપ્ત છે. લોકાન્તે કે લોકની અંદર રહેલા ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશો, છ દિશાના છ અને સ્વાવગાઢ એક આકાશ પ્રદેશને, તેમ કુલ સાત પ્રદેશને જઘન્ય ઉત્કૃષ્ટના ભેદ વિના સ્પર્શે છે.
૪. ધર્માસ્તિકાયની જીવાસ્તિકાય સાથે સ્પર્શનાઃ- ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશો વાસ્તિકાયના અનંતા પ્રદેશોને સ્પર્શે છે. સમસ્ત લોકમાં અનંતાનંત જીવો રહે છે અને એક-એક આકાશ પ્રદેશ ઉપર અનંતા જીવોના અનંતા આત્મપ્રદેશો છે. તેથી ધર્માસ્તિકાયના પ્રદેશો પોતાની છએ દિશાના અને સ્વ અવગાહિત આકાશ પ્રદેશ ઉપર રહેલા જીવના અનંત પ્રદેશોને સ્પર્શે છે.
૫. ધર્માસ્તિકાયની પુદ્ગલાસ્તિકાય સાથે સ્પર્શના :– ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશો :- પુદગલદ્રવ્યના અનંતા પ્રદેશોને સ્પર્શે છે. આ લોકમાં અનંતાનંત પુદ્ગલો વ્યાપ્ત છે અને એક એક આકાશ પ્રદેશ ઉપર પણ અનંત પુદ્ગલ પ્રદેશ હોય છે. તેથી ધર્માસ્તિકાયના પ્રદેશો પોતાની છએ દિશાના અને સ્વ અવગાહિત આકાશ પ્રદેશ ઉપર રહેલા અનંતા પુદ્ગલ પ્રદેશોને સ્પર્શે છે.
૬. ધર્માસ્તિકાયની કાળ દ્રવ્ય સાથે સ્પર્શના :- ધર્માસ્તિકાયના પ્રદેશો કાળદ્રવ્યને કદાચિત સ્પર્શે છે, કદાચિત સ્પર્શતા નથી અને સ્પર્શે તો અનંત પ્રદેશોને સ્પર્શે છે. સમય, આવલિકાદિ વ્યવહાર કાલ અઢીઢીપમાં છે, અઢીંઢીપની બહાર વ્યવહારકાલ નથી. ધર્માસ્તિકાયના જે પ્રદેશો અઢીંઢીપમાં છે તે કાળ દ્રવ્યને સ્પર્શે છે, અઢીદ્વીપની બહાર છે તે કાળ દ્રવ્યને સ્પર્શતા નથી. આ કથન વ્યવહાર કાળ એટલે અહાકાળ-વર્તના લક્ષણ રૂપ કાળની અપેક્ષાએ છે. સ્થિતિરૂપ કાળ સમસ્ત લોકમાં છે. લોકમાં સ્થિત અનંત દ્રવ્યોની સ્થિતિ વ્યતીત થાય છે તથા ધર્માસ્તિકાય અનાદિ અનંત છે. તેથી જ્યાં તેની સ્પર્શના છે ત્યાં તે અનંત સમયરૂપ ભૂતકાળને અને અનંત સમયરૂપ ભવિષ્યકાળને સ્પર્શે છે. તે ભૂતકાળ આદિની અપેક્ષાએ ધર્માસ્તિકાય કાલ દ્રવ્યના અનંત પ્રદેશોને સ્પર્શે છે. સંક્ષેપમાં– સૂર્ય આદિની ગતિથી થતા વર્તના લક્ષણ કાલ અને લોકગત દ્રવ્યોની વ્યતીત થતી સ્થિતિરૂપ કાલ એમ કાલના બે રૂપ સમજવા તથા અહીં સૂર્યાદિથી થતા વર્તનાકાલની અપેક્ષા સ્પર્શનાનું કથન છે તેમ સમજવું. કારણ કે અઢીદ્વીપમાં જ કાલની સ્પર્શના સ્વીકારી છે. સંપૂર્ણ લોકમાં કે લોકાંતમાં અહીં કાલનો સ્વીકાર કર્યો નથી. અધર્માસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના ઃ– ધર્માસ્તિકાય પ્રમાણે સમજવું.