________________
પર |
શ્રી ભગવતી સૂત્ર-૪
સ્થિત છે તેની ત્રણ દિશામાં અલોક છે અને ત્રણ દિશામાં લોક છે. અલોકમાં ધર્માસ્તિકાય દ્રવ્ય નથી તેથી તે ત્રણ દિશામાં તેની સ્પર્શના થતી નથી. જે ત્રણ દિશામાં લોક છે, તે ત્રણે દિશાના એક-એક, તેમ ધર્માસ્તિકાયના અન્ય ત્રણ પ્રદેશોને સ્પર્શે છે; આ તેની જઘન્ય સ્પર્શના છે. ધર્માસ્તિકાયના જે પ્રદેશો લોકાને વક્રભાગ ઉપર સ્થિત છે જ્યાં તેની બે દિશામાં અલોક છે અને ચાર દિશામાં લોક છે, તે ચારે ય દિશાવર્તી એક-એક, તેમ ચાર પ્રદેશોને સ્પર્શે છે. ધર્માસ્તિકાયના જે પ્રદેશો લોકાને સ્થિત છે અને જેની એક દિશામાં અલોક તથા પાંચ દિશામાં લોક છે; તે પાંચ ય દિશાના એક-એક, તેમ પાંચ પ્રદેશોને સ્પર્શે છે. આ ૪-૫ પ્રદેશોની સ્પર્શના તેની મધ્યમ સ્પર્શના કહેવાય છે. ધર્માસ્તિકાયના જે પ્રદેશો લોકની અંદર સ્થિત છે, તેની છએ છ દિશામાં લોક છે અને તે છએ દિશાના એક-એક તેમ છ પ્રદેશોને સ્પર્શે છે. આ રીતે લોકની અંદર રહેલા ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશો ઉત્કૃષ્ટ ધર્માસ્તિકાયના અન્ય છ પ્રદેશોને સ્પર્શે છે. ધમસ્તિકાયની અધમસ્તિકાય સાથે સ્પર્શના - ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અધર્માસ્તિકાયના જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશોને સ્પર્શે છે. અધર્માસ્તિકાય દ્રવ્ય પણ લોક વ્યાપી દ્રવ્ય છે અને એક-એક આકાશ પ્રદેશ ઉપર અધર્માસ્તિકાયનો એક-એક પ્રદેશ સ્થિત છે. ધર્માસ્તિકાયનો જે પ્રદેશ લોકોને ખૂણામાં સ્થિત છે અને જેની ત્રણ દિશામાં લોક છે, તે લોકગત ત્રણ દિશામાં એક-એક એમ ત્રણ પ્રદેશને અને પોતે જે આકાશ પ્રદેશ પર સ્થિત છે તે આકાશ પ્રદેશ ઉપર રહેલા અધર્માસ્તિકાયના એક પ્રદેશને, તેમ કુલ ૩+૧=૪ પ્રદેશને જઘન્ય રૂપે સ્પર્શે છે. લોકાત્તે વક ભાગ પર સ્થિત ધર્માસ્તિકાયનો પ્રદેશ ચાર દિશાના ચાર અને સ્વ આશ્રિત અધર્માસ્તિકાયનો એક, એમ કુલ પાંચ પ્રદેશોને સ્પર્શે છે. તે જ રીતે લોકોને સીધા-સમતલ ભાગ ઉપર સ્થિત ધર્માસ્તિકાયનો પ્રદેશ પાંચ દિશાના પાંચ અને સ્વ આશ્રિત એક, તેમ કુલ છ પ્રદેશોને સ્પર્શે છે. આ રીતે પાંચ અને છ પ્રદેશોને મધ્યમરૂપે સ્પર્શે છે. લોકની અંદર રહેલા ધર્માસ્તિકાયના છ દિશાના છ પ્રદેશો અને સ્વ આશ્રિત એક, તેમ કુલ અધર્માસ્તિકાયના સાત પ્રદેશોને ઉત્કૃષ્ટ રૂપે સ્પર્શે છે.
લોકાને સીધા ભાગ ઉપર
ધર્માસ્તિકાયની ધર્મા. અધર્મા. ના
પ્રદેશો સાથે સ્પર્શના
ગલો ક
ત્રણ દિશામાં
અલોકે
બે દિશામાં અલોકે
અંદર
લોક્સને ખાણામાં
* * * * લોકાને વકે માગ ઉપર