________________
| શતક-૧૩ઃ ઉદ્દેશક-૪
૫૧]
गोयमा ! सिय पुढे सिय णो पुढे, जइ पुढे णियमंअणंतेहिं । एवं पोग्गलत्थिकाय पएसेहि वि, अद्धासमएहि वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિતુ સ્પષ્ટ હોય છે, કદાચિત સ્પષ્ટ નથી. જો હોય તો નિયમા અનંત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. આ જ રીતે પુલાસ્તિકાયના પ્રદેશોની અને અદ્ધા-કાલના સમયોની સ્પર્શના જાણવી જોઈએ. ३४ एगेभंते ! जीवत्थिकायपएसे केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे ?
गोयमा !जहण्णपए चउहि, उक्कोसपए सत्तहिं । एवं अहम्मत्थिकायपएसेहिं वि। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જીવાસ્તિકાયનો એક પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. આ જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. ३५ केवइएहिं भंते ! आगासत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! सत्तहिं । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ છે? ઉત્તર– ગૌતમ! સાત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. ३६ केवइएहिं भंते ! जीवत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! अणंतेहिं । सेसं जहा धम्मत्थिकायस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. શેષ સર્વ વર્ણન ધર્માસ્તિકાયના પ્રદેશની સમાન જાણવું જોઈએ. ३७ एगे भंते ! पोग्गलत्थिकायपएसे केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! जहेव जीवत्थिकायस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે જીવાસ્તિકાયના એક પ્રદેશના વિષયમાં કથન કર્યું. તે જ રીતે અહીં પણ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યોના પ્રદેશો, એક બીજાના કેટલા પ્રદેશોને સ્પર્શે છે, તે સંખ્યાનું નિરૂપણ છે. ધમસ્તિકાયની ધમસ્તિકાય સાથે સ્પર્શના :- ધર્માસ્તિકાયનો એક પ્રદેશ ધર્માસ્તિકાયના અન્ય જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ છ પ્રદેશોને સ્પર્શે છે. ધર્માસ્તિકાય દ્રવ્ય લોકવ્યાપી દ્રવ્ય છે અને એક-એક આકાશ પ્રદેશ ઉપર ધર્માસ્તિકાયનો એક-એક પ્રદેશ સ્થિત છે. ધર્માસ્તિકાયના જે પ્રદેશો લોકાને ખૂણામાં