________________
[ ૫૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
२६ से णं भंते ! केवइएहिं जीवत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! अणंतेहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ છે? ઉત્તર- હે ગૌતમ ! અનંતપ્રદેશોથી પૃષ્ટ છે. २७ सेणं भंते ! केवइएहिं पोग्गलत्थिकायपएसेहिं पुढे? गोयमा ! अणंतेहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે પુદ્ગલાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ છે? ઉત્તર-હે ગૌતમ! તે અનંત પ્રદેશોથી સ્પષ્ટ છે. २८ सेणं भंते ! केवइएहिं अद्धासमएहिं पुढे ? गोयमा ! सिय पुढे सिय णो पुढे; जइ पुढे णियम अणंतेहिं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અદ્ધાકાલના કેટલા સમયથી સ્પષ્ટ છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ સ્પષ્ટ હોય છે, કદાચિત્ સ્પષ્ટ નથી; જો સ્પષ્ટ હોય તો અવશ્ય અનંત સમયોથી સ્પષ્ટ હોય છે. २९ एगे भंते ! अहम्मत्थिकायपएसे केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे? गोयमा ! जहण्णपए चाहिं उक्कोसपए सत्तहिं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધર્માસ્તિકાયનો એક પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. ३० सेणं भंते ! केवइएहिं अहम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! जहण्णपए तिहिं, चउहिंवा उक्कोसपए छहिं, सेसंजहा धम्मत्थिकायस्स। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ છ પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. શેષ સર્વ વર્ણન ધર્માસ્તિકાયના પ્રદેશોની સમાન છે. ३१ एगेभंते ! आगासत्थिकायपएसे केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे ?
गोयमा !सिय पुढे सिय णो पुढे, जइ पुढे जहण्णपए एक्केण वा दोहिं वा तीहिं वा, चउहि वा उक्कोसपए सत्तहिं । एवं अहम्मत्थिकायपएसेहि वि। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્!આકાશાસ્તિકાયનો એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ સ્પષ્ટ હોય છે, કદાચિતુ સ્પષ્ટ નથી. જો સ્પષ્ટ હોય તો જઘન્ય એક, બે, ત્રણ કે ચાર પ્રદેશોથી સ્પષ્ટ હોય અને ઉત્કૃષ્ટ પદમાં સાત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. આ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. ३२ से णं भंते ! केवइएहिं आगासत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! छहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે? ઉત્તર-હે ગૌતમ! છ પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. ३३ से णं भंते ! केवइएहिं जीवत्थिकायपएसेहिं पुढे ?