________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૪
[ ૪૯ ]
શ્રુતજ્ઞાનની અનંત પર્યાયને પ્રાપ્ત કરે છે, ઇત્યાદિ શતક-૨/૧૦ અસ્તિકાય ઉદ્દેશક અનુસાર જાણવું યાવત તે જ્ઞાન અને દર્શનના ઉપયોગને પ્રાપ્ત કરે છે. જીવનું લક્ષણ ‘ઉપયોગ” રૂપ છે. २२ पोग्गलत्थिकाएणं णं भंते ! जीवाणं किं पवत्तइ ?
गोयमा !पोग्गलत्थिकारणंजीवाणंओरालियवेउवियआहारगम्तेयाकम्मा-सोईदय चक्खिदियघाणिदियजिभिदियफासिंदियमणजोगवयजोगकायजोगआणापाणूणंचगहणं पवत्तइ;गहणलक्खणेणंपोग्गलत्थिकाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! પુદ્ગલાસ્તિકાયથી જીવોના ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણશરીર, શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, મનોયોગ, વચનયોગ, કાયયોગ અને શ્વાસોચ્છવાસનું ગ્રહણ થાય છે. પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ ‘ગ્રહણ” રૂપ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પંચાસ્તિકાયમય લોકનું સ્વરૂપ અને પંચાસ્તિકાયની સહાયતાથી થતી જીવની પ્રવૃતિઓનું પ્રતિપાદન છે, તે ભાવાર્થથી સ્પષ્ટ છે. અસ્તિકાય:-અસ્તિ-હોવાપણું, કાય એટલે પ્રદેશોનો સમૂહ.જે દ્રવ્ય અસ્તિત્વ ધરાવવાની સાથે પ્રદેશોના સમૂહરૂપ છે, તેને અસ્તિકાય કહે છે. તેના પાંચ પ્રકાર છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુલાસ્તિકાય. ભગવતી સૂત્ર ભા-૧ શતક-ર/૧૦માં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ, એમ પાંચ-પાંચ પ્રકારે પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે. પ્રસ્તુતમાં માત્ર પાંચે ય અસ્તિકાય દ્રવ્યોના મુખ્ય ગુણ રૂપ એક-એક લક્ષણનું કથન છે. (૮) ધર્માસ્તિકાય આદિની પ્રદેશ સ્પર્શના - २३ एगे भंते ! धम्मत्थिकायपएसे केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! जहण्णपए, तिहिं उक्कोसपए छहिं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ત્રણ પ્રદેશોને અને ઉત્કૃષ્ટ છ પ્રદેશોને સ્પર્શે છે. २४ सेणं भंते ! केवइएहिं अहम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा !जहण्णपए चउहि, उक्कोसपए सत्तहिं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશોને સ્પર્શે છે. २५ सेणं भंते ! केवइएहिं आगासत्थिकायपएसेहिं पुढे ? गोयमा !सत्तहिं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! તે (જઘન્ય ઉત્કૃષ્ટ વિના) સાત પ્રદેશોને સ્પર્શે છે.