________________
[ ૪૮ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! ધર્માસ્તિકાયથી જીવોનું આગમન, ગમન, ભાષા, ઉન્મેષ(આંખો ખોલવી, મનોયોગ, વચનયોગ અને કાયયોગની પ્રવૃત્તિ થાય છે. આ રીતે અન્ય જેટલા ચલભાવ (ગમનશીલભાવ) છે, તે સર્વ ધર્માસ્તિકાય દ્વારા પ્રવૃત્ત થાય છે. ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિ’ રૂપ છે. १९ अहम्मत्थिकाएणं भंते ! जीवाणं किं पवत्तइ?
गोयमा ! अहम्मत्थिकाएणंजीवाणं ठाण-णिसीयण तुयट्टण,मणस्सय एगत्तीभाव करणया,जेयावण्णेतहप्पगारा थिराभावा सव्वेते अहम्मत्थिकाए पवत्तंति; ठाणलक्खणे णं अहम्मत्थिकाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! અધર્માસ્તિકાયથી જીવોનું સ્થિત રહેવું, બેસવું, સૂવું, મનને એકાગ્ર થવું આદિ તથા આ પ્રકારના અન્ય જેટલા સ્થિત ભાવ છે, તે સર્વ અધર્માસ્તિકાયથી પ્રવૃત્ત થાય છે. અધર્માસ્તિકાયનું લક્ષણ ‘સ્થિતિ'રૂપ છે. २० आगासत्थिकाएणं भंते ! जीवाणं किं पवत्तइ ?
गोयमा !आगासत्थिकाएणंजीवदव्वाण य अजीवदव्वाण य भायणभूए । एगेण वि से पुण्णे, दोहि वि पुण्णे, सयं पि माएज्जा, कोडिसएण वि पुण्णे, कोडिसहस्सं पि माएज्जा। अवगाहणालक्खणेण आगासत्थिकाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! આકાશાસ્તિકાય, જીવ અને અજીવ દ્રવ્યોના ભાજનભૂત(આશ્રયભૂત) છે અર્થાત્ આકાશાસ્તિકાય જીવ-અજીવ દ્રવ્યોને અવગાહન(સ્થાન) આપે છે.
એક પરમાણુથી એક આકાશ પ્રદેશ પૂર્ણરૂપે વ્યાપ્ત થઈ જાય છે, બે પરમાણુથી પણ તે આકાશપ્રદેશ પૂર્ણ વ્યાપ્ત થઈ શકે છે અને તેમાં સો પરમાણુ પણ સમાઈ શકે છે. સો કરોડ પરમાણુઓથી તે એક આકાશ પ્રદેશ પૂર્ણ ભરાઈ જાય છે અને તેમાં હજાર કરોડ પરમાણુ પણ સમાઈ શકે છે. અર્થાત્ એક આકાશ પ્રદેશ ઉપર પરમાણુ, દ્ધિપ્રદેશી સ્કંધ, સંખ્યાત-અસંખ્યાત પ્રદેશ સ્કંધ રહી શકે છે. એક-એક આકાશ પ્રદેશ અનંતાનંત પરમાણુને સ્થાન આપે છે. આકાશાસ્તિકાયનું લક્ષણ “અવગાહના” રૂપ છે. २१ जीवत्थिकाएणं भंते !जीवाणं किं पवत्तइ ?
गोयमा !जीवत्थिकाएणंजीवे अणताणं आभिणिबोहियणाणपज्जवाणं, अणंताणं सुयणाणपज्जवाणं एवं जहा बिइयसए अत्थिकायउद्देसए जाव उवओगं गच्छइ, उवओगलक्खणे णजीवे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાય દ્વારા જીવોની શું પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જીવાસ્તિકાય દ્વારા જીવો આભિનિબોધિકજ્ઞાનની(મતિજ્ઞાનની) અનંત પર્યાય,