________________
શતક-૧૩: ઉદ્દેશક-૪
ઉત્તર- હે ગૌતમ! વિમલા દિશાની (૧) આદિમાં રુચક પ્રદેશ છે. (૨) તે સૂચક પ્રદેશથી નીકળી છે. (૩) તેની આદિમાં ચાર પ્રદેશ છે. (૪) તે અંત સુધી ચાર પ્રદેશના વિસ્તારવાળી છે. તે અનુત્તર (ઉત્તરોત્તરવૃદ્ધિ રહિત) છે. (૫) લોક આશ્રી તે અસંખ્યાત પ્રદેશ છે અને અલોક આશ્રી તે અનંતપ્રદેશ છે. (૬) તે લોકની અપેક્ષાએ સાદિ-સાંત અને અલોકની અપેક્ષાએ સાદિ અનંત છે. ઇત્યાદિ વર્ણન આગ્નેયી દિશાની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે (૭) તે (વિમલા દિશા) રુચકાકારે છે. આ જ રીતે તમા દિશાનું વર્ણન પણ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દશ દિશાઓ સંબંધી નિરૂપણ છે. દશ દિશાઓના નામ :- પ્રત્યેક દિશાના અધિપતિ દેવના આધારે તે દિશાના નામ છે– (૧) પૂર્વ દિશાના અધિપતિ દેવ ઇન્દ્ર છે, તેથી તેને ઐન્દ્રી દિશા કહે છે. (૨) અગ્નિકોણના સ્વામી અગ્નિદેવતા છે, તેથી તેને આગ્નેયી કહે છે. (૩) દક્ષિણ દિશાના અધિપતિ યમ છે, તેથી તેને યાખ્યાદિશા કહે છે. (૪) નૈઋત્યકોણના સ્વામી નૈઋતિ' દેવ છે, તેથી તેને નૈઋતી કહે છે. (૫) પશ્ચિમ દિશાના અધિપતિ “વરુણ દેવ છે, તેથી તેને વારુણી દિશા કહે છે. (૬) વાયવ્ય કોણના સ્વામી ‘વાયુ દેવ છે, તેથી તેને વાયવ્ય કહે છે. (૭) ઉત્તર દિશાના અધિપતિ “સોમ’ દેવ છે, તેથી તેને સૌમ્યા કહે છે. (૮) ઈશાનકોણના અધિપતિ “ ઈશાન દેવ છે, તેથી તેને ઈશાન કહે છે. (૯) ઊર્ધ્વ દિશામાં અંધકાર નથી, તે નિર્મલ છે તેથી તેને વિમલા કહે છે. (૧૦) અધો દિશામાં ગાઢ અંધકાર હોવાથી તે રાત્રિતુલ્ય છે, તેથી તેને “તમા’ કહે છે. દિશાઓનું ઉદ્દગમસ્થાન આદિ - દશે દિશાઓનું ઉત્પત્તિસ્થાન આઠ રુચક પ્રદેશ છે. ચારે દિશાઓ મૂળમાં દ્ધિપ્રદેશ છે. ઉત્તરોત્તર દ્વિપ્રદેશની વૃદ્ધિ થાય છે અને લોકાંત સુધી જાય છે. ચારે દિશાઓનો આકાર લોકમાં મૃદંગાકાર છે. જેનું મુખ એક તરફથી સાંકડુ અને બીજી તરફ પહોળું હોય છે અને અલોકની અપેક્ષાએ ગાડાની ઊંધ સમાન છે. વિદિશાઓ મૂળમાં એક પ્રદેશ છે. અંત સુધી એક પ્રદેશી જ રહે છે. તેનો આકાર મુક્તાવલી સમાન છે. ઊર્ધ્વ અને અધોદિશા પ્રારંભથી અંત સુધી ચતુષ્પદેશી હોય છે. તે ચકાકારે છે.દિશા અને વિદિશાની સ્વરૂપ દર્શક આકૃતિ માટે જૂઓ શ્રી ભગવતીસૂત્ર ભાગ-૨, શતક-૫/૧ પેજ–૮] (૯) પંચાસ્તિકાયમય લોકઃ१७ किमियं भंते ! लोएत्ति पवुच्चइ ? गोयमा !पंचत्थिकाया, एसणंएवइए लोएत्ति पवुच्चइ,तजहा-धम्मत्थिकाए अहम्मत्थिकाए जावपोग्गलत्थिकाए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ લોકનું સ્વરૂપ કેવું છે? અથવા લોક શું કહેવાય છે? ઉત્તર- હે ગૌતમ! આ લોક પંચાસ્તિકાય રૂ૫છે. યથા-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. १८ धम्मत्थिकारणं भंते ! जीवाणं किं पवत्तइ?
गोयमा ! धम्मत्थिकाएणंजीवाणं आगमण-गमण-भासुम्मेसमणजोगा-वइजोगाकायजोगा,जे यावण्णेतहप्पगारा चला भावा सव्वेतेधम्मत्थिकाए पवत्तंति;गइलक्खणे णं धम्मत्थिकाए।