________________
૪૬
શ્રી ભગવતી સૂત્ર–૪
पडुच्च सगडुद्धिसंठिया पण्णत्ता ।
ભાવાર્થ İ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઐન્દ્રી-પૂર્વ દિશાના (૧) પ્રારંભમાં શું છે ? (૨) તે ક્યાંથી નીકળે છે ? (૩) તેના પ્રારંભમાં કેટલા પ્રદેશ છે ? (૪) ઉત્તરોત્તર કેટલા પ્રદેશોની વૃદ્ધિ થાય છે ? (૫) તે કેટલા પ્રદેશવાળી છે ? (૬) તેનો અંત ક્યાં થાય છે ? અને (૭) તેનું સંસ્થાન કેવું છે ?
ઉત્તર– હે ગૌતમ ! ઐન્દ્રી-પૂર્વ દિશાના (૧) પ્રારંભમાં લોકના રુચક પ્રદેશ છે. (૨) તે દિશા રુચક પ્રદેશોમાંથી નીકળે છે. (૩) તે પ્રારંભમાં બે પ્રદેશી છે. (૪) બે-બે પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. (૫) લોક આશ્રી તે અસંખ્યાત પ્રદેશી અને અલોક આશ્રી અનંતપ્રદેશી છે. (૬) લોક આશ્રી તે સાદિ સાન્ત અને અલોક આશ્રી તે સાદિ-અનંત છે. (૭) લોક આશ્રી તેનો આકાર મુરજ(વાદ્ય વિશેષ)ની સમાન છે અને
અલોક આશ્રી તે ગાડાની ઊંધના આકારે છે.
૧ અોડ્ળ તે !વિક્ષા વિમાડ્યા, િપવા, વડુ પડ્તાડ્યા, વડ્ પ વિચ્છિના, कइ पएसिया, किं पज्जवसिया, किं संठिया पण्णत्ता ?
गोयमा ! अग्गेई णं दिसा रुयगाइया, रुयगप्पवहा, एगपएसाइया, एगपए सविच्छिण्णा, अणुत्तरा, लोगं पडुच्च असंखेज्जपएसिया, अलोगं पडुच्च अणतपए सिया, लोगं पडुच्च साइया सपज्जवसिया, अलोगं पडुच्च साइया अपज्जवसिया, छिण्णमुत्तावलीसंठिया पण्णत्ता । जमा जहा इंदा; रई जहा अग्गेई । एवं जहा इंदा तहा दिसाओ चत्तारि । जहा अग्गेई तहा चत्तारि विदिसाओ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આગ્નેયી દિશાની (૧) આદિમાં શું છે ? (૨) તે ક્યાંથી નીકળે છે ? (૩) તેની આદિમાં કેટલા પ્રદેશ છે ? (૪) તે કેટલા પ્રદેશોના વિસ્તારવાળી છે? (૫) તે કેટલા પ્રદેશી છે ? (૬) તેનો અંત ક્યાં છે ? (૭) તેનો આકાર કેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! આગ્નેયી દિશાની (૧) આદિમાં રુચક પ્રદેશ છે. (૨) તે રુચક પ્રદેશમાંથી નીકળે છે. (૩) તેની આદિમાં એક પ્રદેશ છે (૪) તે અંત સુધી એક પ્રદેશના વિસ્તારવાળી જ છે. તે એક પ્રદેશી જ છે. તે અનુત્તર(ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત) છે. (૫) તે લોકની અપેક્ષાએ અસંખ્યાતપ્રદેશી અને અલોકની અપેક્ષાએ અનંતપ્રદેશી છે. (૬) તે લોક આશ્રી સાદિ-સાન્ત અને અલોક આશ્રી સાદિ-અનંત છે. (૭) તેનો આકાર તૂટેલી(છતાં પરોવાયેલી,) મુક્તાવલી-મોતીઓની માળા(સેર) સમાન છે.
યામ્યા દિશાનું સ્વરૂપ ઐન્દ્રીની સમાન છે અને નૈૠતી દિશાનું સ્વરૂપ આગ્નેયી દિશાની સમાન છે. આ રીતે ચારે દિશાઓનું વર્ણન ઐન્દ્રી દિશાની સમાન અને વિદિશાઓનું વર્ણન આગ્નેયી દિશાની સમાન જાણવું જોઈએ.
૬ વિમલા નેં તે !વિક્ષા વિમાડ્યા, પુચ્છા ?
गोयमा ! विमला णं दिसा रुयगाइया रुयगप्पवहा चउप्पएसाइया दुपएसविच्छिण्णा, अणुत्तरा, लोगं पडुच्च सेसं जहा अग्गेईए, णवरं रुयगसंठिया पण्णत्ता, एवं तमा वि । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! વિમલા(ઊર્ધ્વ) દિશાની આદિમાં શું છે, ઇત્યાદિ આગ્નેયી સમાન પ્રશ્ન કરવો ?