________________
શતક–૧૩: ઉદ્દેશક-૪
[ ૪૫]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધોલોકની લંબાઈનો મધ્યભાગ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! ચોથી પંકપ્રભા પૃથ્વીના કંઈક અધિક અર્ધભાગના આકાશખંડનું ઉલ્લંઘન કર્યા પછી, અધોલોકની લંબાઈનો મધ્યભાગ છે. |१२ कहिणंभंते ! उड्डलोगस्स आयाममझेपण्णत्ते? गोयमा ! उप्पिं सणंकुमारमाहिंदाणं कप्पाण हे४ि बभलोएकप्पे रिट्ठविमाणे पत्थडे एत्थण उड्डलोगस्स आयाममज्झेपण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્!ઊદ્ગલોકની લંબાઈનો મધ્યભાગ ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ! સનસ્કુમાર અને મહેન્દ્રદેવલોકની ઉપર અને બ્રહ્મદેવલોકની નીચે(તે દેવલોકમાં જ નીચે) રિષ્ટ નામના ત્રીજા પ્રસ્તરમાં ઊર્ધ્વલોકની લંબાઈનો મધ્યભાગ છે. १३ कहि णं भंते ! तिरियलोगस्स आयाममज्झे पण्णत्ते?
___ गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स बहुमज्झदेसभाए इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्लेसुखुड्डगपयरेसु एत्थणं तिरियलोगस्स मज्झे अट्ठपएसिए रुयए पण्णत्ते, जओणं इमाओ दस दिसाओ पवहति,तं जहा-पुरच्छिमा पुरच्छिम दाहिणा एवं जहा दसमसए णामधेज ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિરછાલોકની લંબાઈનો મધ્યભાગ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! આ જંબુદ્વીપના મેરુપર્વતના બહુ સમ મધ્યભાગમાં(બરાબર વચ્ચે) રત્નપ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના બે ક્ષુલ્લક(લઘુતમ)પ્રતરોમાં, તિરછાલોકના મધ્યભાગરૂપ આઠ રુચક પ્રદેશ છે. જેમાંથી દશ દિશાઓ નીકળી છે, યથા– પૂર્વદિશા, પૂર્વદક્ષિણ ઇત્યાદિ દશમા શતકના પ્રથમ ઉદ્દેશક અનુસાર કથન કરવું જોઈએ કાવત્ દિશાઓના દશ નામ કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય લોકના અને ઊધ્વદિ ત્રણે લોકના મધ્યભાગનું નિરૂપણ છે. જે સ્ત્રાર્થથી બહુસ્પષ્ટ છે.
દશમા શતક અનુસાર દશ દિશાઓના નામ આ પ્રમાણે છે. (૧) ઐન્દ્રી(પૂર્વ) (૨) આગ્નેયી (૩) પામ્યા (૪) નૈઋતી (૫) વારુણી (૬) વાયવ્યા (૭) સૌમ્યા (૮) ઐશાની (ઉત્તર-પૂર્વ) (૯) વિમલા (ઊર્ધ્વદિશા) (૧૦) તમા(અધોદિશા). (૬) દિશા-વિદિશાનો ઉદ્ગમ અને વિસ્તાર :१४ इंदाणं भंते ! दिसा किमाइया, किं पवहा, कइ पएसाइया, कइ पएसुत्तरा, कइ पएसिया किंपज्जवसिया, किं सठिया पण्णत्ता?
गोयमा ! इंदा णं दिसा रुयगाइया रुयगप्पवहा दुपएसाइया दुपएसुत्तरा, लोग पडुच्च असंखेज्जपएसिया, अलोगं पडुच्च अणंतपएसिया, लोग पडुच्च साइया सपज्जवसिया, अलोगंपडुच्च साइया अपज्जवसिया,लोगंपडुच्च मुरजसठिया, अलोग