________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૪
યથા– (૧) ઐન્દ્રી (પૂર્વ) (૨) આગ્નેયી (પૂર્વદક્ષિણ) (૩) પામ્યા(દક્ષિણ) (૪) નૈઋતી (દક્ષિણ પશ્ચિમ) (૫) વારુણી (પશ્ચિમ) (૬) વાયવ્ય(પશ્ચિમ-ઉત્તર) (૭) સૌમ્ય (ઉત્તર) (૮) ઈશાન(ઉત્તર-પૂર્વ) (૯) વિમલા (ઊર્ધ્વદિશા) (૧૦) તમા(અધોદિશા). પ્રવર્તન દ્વાર– અખંડ આકાશ દ્રવ્યના જેટલા વિભાગમાં પંચાસ્તિકાય દ્રવ્યો વિદ્યમાન છે, તેટલા આકાશખંડને લોક કહે છે. તેથી લોક પંચાસ્તિકાયમય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય, આ પાંચે ય દ્રવ્યો જીવની વિશેષ પ્રવૃત્તિઓમાં સહાયક બને છે. ધર્માસ્તિકાય ગમનાદિ ચલનક્રિયામાં, અધર્માસ્તિકાય સ્થિતિક્રિયામાં, આકાશાસ્તિકાય અવગાહના પ્રદાન કરવામાં, જીવાસ્તિકાય અનંત જ્ઞાનાદિ પર્યાયોને પ્રાપ્ત કરવામાં, પુદ્ગલાસ્તિકાય શરીર, ઇન્દ્રિય આદિના નિર્માણમાં સહાયક બને છે.
સ્પર્શના દ્વાર– ધર્માસ્તિકાયનો લોકાને રહેલો એક પ્રદેશ ધર્માસ્તિકાયના અન્ય ત્રણ, ચાર કે પાંચ પ્રદેશોને સ્પર્શ કરે છે અને લોકની મધ્યમાં રહેલો એક પ્રદેશ નિયમા છ પ્રદેશોને સ્પર્શે છે. ધર્માસ્તિકાયનો લોકાંતે રહેલો એક પ્રદેશ અધર્માસ્તિકાયનો ચાર, પાંચ કે છ પ્રદેશોને સ્પર્શે છે અને લોકની મધ્યમાં સાત પ્રદેશોને સ્પર્શે છે, આકાશાસ્તિકાયના જઘન્ય-ઉત્કૃષ્ટ સાત પ્રદેશોને જ સ્પર્શે છે; જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયના અનંત પ્રદેશોને સ્પર્શે છે. આ રીતે છ દ્રવ્યોના પ્રદેશની પરસ્પર સ્પર્શના જાણી લેવી.
દ્વિપ્રદેશી ઢંધ ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યના જઘન્ય(લોકાંતની અપેક્ષાએ) છ પ્રદેશોને ઉત્કૃષ્ટ (લોકમધ્યની અપેક્ષાએ) ૧૨ પ્રદેશોને સ્પર્શે છે. આ જ રીતે ત્રિપ્રદેશીસ્કંધ જઘન્ય આઠ, ઉત્કૃષ્ટ સત્તર પ્રદેશોને સ્પર્શે છે. આ જ રીતે સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી સ્કંધોની સ્પર્શના જાણવી.વિશેષ એ છે કે અનંતપ્રદેશી અંધ લોકાંતે કે લોક મધ્યે અસંખ્યાત પ્રદેશોને જ સ્પર્શે છે કારણ કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશો જ છે.
પરમાણ, દ્ધિપ્રદેશી આદિ કોઈ પણ સ્કંધ, જીવાસ્તિકાય કે અદ્ધાસમય કાલના અનંત પ્રદેશોને સ્પર્શે છે.
સમસ્ત ધર્માસ્તિકાય દ્રવ્ય ધર્માસ્તિકાયના પ્રદેશોને સ્પર્શતું નથી કારણ કે અખંડ દ્રવ્યથી તેના પ્રદેશો અભિન્ન જ હોય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય અધર્માસ્તિકાયના અને આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોને અને જીવાસ્તિકાયાદિ અંતિમ ત્રણ દ્રવ્યના અનંત પ્રદેશોને સ્પર્શે છે. આ રીતે અધર્માસ્તિકાયાદિ દ્રવ્ય પોતાના પ્રદેશોને સ્પર્શતા નથી. અન્ય દ્રવ્યના પ્રદેશોની સ્પર્શના ઉપર પ્રમાણે જાણવી. અવગાઢ દ્વાર– ધર્માસ્તિકાયનો એક પ્રદેશ જ્યાં અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયનો બીજો પ્રદેશ અવગાઢ હોતો નથી. પરંતુ ત્યાં અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો એક પ્રદેશ તથા જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. અદ્ધાસમય અઢીદ્વીપમાં જ હોવાથી કદાચિત્ અવગાઢ હોય છે, કદાચિતું નથી. જો અઢીદ્વીપની અંદરનો પ્રદેશ હોય, તો અવગાઢ હોય છે અને તે અનંત પ્રદેશ અવગાઢ હોય છે. જો અઢીદ્વીપની બહારનો ધર્માસ્તિકાયનો પ્રદેશ હોય તો અદ્ધા સમયની અવગાઢતા થતી નથી.
આ રીતે સર્વ દ્રવ્યોના પ્રદેશોની પરસ્પર અવગાઢતા જાણવી. જ્યાં ધર્માસ્તિકાય સંપૂર્ણ દ્રવ્ય અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયનો બીજો એક પણ પ્રદેશ અવગાઢ