________________
૩૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
હોતો નથી. ત્યાં અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ અને જીવાસ્તિકાય આદિ અંતિમ ત્રણે દ્રવ્યોના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. આ રીતે સર્વ દ્રવ્યોની પરસ્પર અવગાઢતા જાણવી. જીવ અવગાઢ દ્વાર– જ્યાં પૃથ્વીકાયનો એક જીવ અવગાઢ હોય, ત્યાં અન્ય પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અસંખ્ય જીવો અને વનસ્પતિકાયના અનંત જીવો અવગાઢ હોય છે. આ રીતે પાંચે સ્થાવર જીવોની પરસ્પર અવગાઢતા જાણવી. અગ્નિ-પ્રદેશનિષીનાદિ દ્વાર-ધર્માસ્તિકાયાદિ ત્રણે દ્રવ્યો પર કોઈ પુરુષ સ્થિર થવામાં, ઊભા રહેવામાં, બેસવામાં કે સુવામાં સમર્થ નથી. કારણ કે તે ત્રણે અરૂપી દ્રવ્યો છે. તેના પર અન્ય કોઈ પણ ક્રિયાઓ થઈ શકતી નથી. ત્યાં અનંત જીવો અવગાઢ થઈ શકે છે. શેષ ત્રણ દ્રવ્યોની અહીં પૃચ્છા નથી. બહસમતાર- ચૌદ રજૂ પરિમાણ આ લોક સર્વત્ર સમાન નથી. કયાંક પહોળો, કયાંક સાંકડો છે. આ પ્રકારની હાનિ-વૃદ્ધિ રહિત ભાગને બહુસમભાગ કહે છે. રત્નપ્રભા પૃથ્વીમાં બે ક્ષુલ્લક પ્રતર છે તે લોકનો બહુસમ અને સંક્ષિપ્ત ભાગ છે. તે તિર્યશ્લોક વર્તી છે. તેની લંબાઈ-પહોળાઈ એક રજ્જુ પ્રમાણ છે. તે બંને પ્રતિરોમાંથી નીચેના પ્રતરથી લોકની અધોમુખી વૃદ્ધિ થાય છે અને ઉપરના પ્રતરથી લોકની ઊર્ધ્વમુખી વૃદ્ધિ થાય છે. પાંચમાં દેવલોક પાસે તે પ્રદેશોની વૃદ્ધિનો અંત અને હાનિનો પ્રારંભ થાય છે. વક્ર ભાગને વિગ્રહ કંડક કહે છે. લોક સંસ્થાન- આ લોક પુરુષ સંસ્થાને સંસ્થિત છે. નીચે પહોળો, મધ્યમાં સાંકડો, ફરી પહોળો અને ઉપર લોકાંતે સાંકડો છે.
આ રીતે નીચે એક ઊંધુ શકોરું, તેની ઉપર ચત્ત અને તેની ઉપર ઊંધુ શકોરું રાખતા જે આકાર બને તેવો લોકનો આકાર છે, તેને જ સુપ્રતિષ્ઠિત સાવલાનો આકાર કહે છે. લોકના ત્રણ વિભાગ છે.અધોલોક, તિરછોલોક અને ઊર્ધ્વલોક. તેમાં સર્વથી નાનો તિરછોલોક, તેથી ઊર્ધ્વલોક અસંખ્યાતગુણો અને તેથી અધોલોક વિશેષાધિક છે.