________________
3
શ્રી ભગવતી સ્ત્ર-૪
શતક-૧૩ : ઉદ્દેશક-૪ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકનું નામ પૃથ્વી છે. તેમાં ૧૩ હારના માધ્યમથી સાતે નરકની, નરકાવાસની અને તેની વેદનાની પરસ્પર તરતમતા; લોકનો મધ્યભાગ; દિશા-વિદિશા આદિનું સ્વરૂપ; પાંચ અસ્તિકાયની સહાયતાથી થતી જીવની પ્રવૃત્તિ, પાંચ અસ્તિકાયના પ્રદેશોની અને દ્રવ્યોની પરસ્પર સ્પર્શના, અવગાઢતા, લોકનું સંસ્થાન, લોકેનો બહુ સમભાગ વગેરે વિવિધ વિષયોનું પ્રતિપાદન છે.
નૈરયિક દ્વાર– સાતે નરકના નરકાવાસમાં ક્રમશઃ નીચે નીચેની નરકના નરકાવાસ અતિ વિશાળ, અલ્પ વોવાળા, સંકડાશ રહિત છે. ઉપર ઉપરની નરકના નરકાવાસ અપેક્ષાએ અધિક જીવોથી વ્યાપ્ત હોય છે. કારણ કે ઉપર ઉપરની નરકોમાં નારકોની સંખ્યા અધિક છે. નીચેની નરકના નારકો ક્રમશઃ મહાવેદના, મહાક્રિયા, મહાઘવ અને મહાકર્મવાળા, અપઋદ્ધિ અને અલ્પદ્યુતિવાળા હોય છે.
સ્પર્શદ્વાર– સાતે નરકના નારકી ત્યાં રહેલા પૃથ્વી આદિ પાંચે સ્થાવર જીવોનો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને મનને પ્રતિકૂળ અનુભવ કરે છે. ત્યાં બાદર અગ્નિના જીવો નથી પરંતુ સ્વભાવથી ઉષ્ણ પુદ્ગલો હોય છે અને પરમાધામી દેવોપણ ઉષ્ણ પુદ્ગલોની વિપુર્વણા કરે છે. તે ઉષ્ણ પુદ્ગલોનો સ્પર્શ અગ્નિતુલ્ય હોય છે.
પ્રસિધિ દ્વાર– રત્નપ્રભા આદિ સાતે પૃથ્વી ક્રમશઃ એક બીજાથી લંબાઈ અને પહોળાઈમાં મોટી અને જાડાઇની અપેક્ષાએ ક્રમશઃ નાની છે.
નિરયાના દ્વાર– રત્નપ્રભા આદિ સાતે નરક પૃથ્વીના ક્ષેત્રમાં રહેલા સ્થાવર જીવો પણ મહાકર્મ, મહાક્રિયા,મહાશ્રવ અને મહાવેદનાવાળા હોય છે.
લોક મઘ્ય દ્વાર– લોક, ઊંચાઈ લંબાઈની અપેક્ષાએ ૧૪ રજ્જુ પરિમાણ છે. તેનો મધ્યભાગ, દિશાઓના આઠ રૂચક પ્રદેશથી અસંખ્યાત કોડ યોજન નીચે ગયા પછી રત્નપ્રભા પૃથ્વીમાં છે.
અધોલોકનો મધ્યભાગ ચોથી અને પાંચમી નરકની વચ્ચેના આકાશાન્તરમાં, તિરછાલોકનો મધ્યભાગ રત્નપ્રભા પૃથ્વીના સમતલભૂમિભાગ ઉપરના બે ક્ષુલ્લક પ્રતરના આઠ રુચક પ્રદેશમાં છે. ઊર્ધ્વલોકનો મધ્યભાગ ત્રીજા, ચોથા દેવલોકની ઉપર અને પાંચમાં દેવલોકમાં નીચેના રિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં છે.
દિશા વિદિશા– તિરાલોકના મધ્યભાગરૂપ આઠ રુચક પ્રદેશોમાંથી દશ દિશાનો ઉદ્ગમ થાય છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ; આ ચાર દિશાઓ પ્રારંભમાં બે પ્રદેશી છે અને ક્રમશઃ બે-બે પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિવાળી છે. પ્રત્યેક દિશાઓનો આકાર ગાડાની ઊંધ સમાન છે. ઈશાન, અગ્નિ, નૈૠત્ય અને વાયવ્ય તે ચારે વિદિશા પ્રારંભથી અંત સુધી એક પ્રદેશી છે. તેનો પ્રારંભ પણ રુચકપ્રદેશોથી જ થાય છે અને તે ચારેયનો આકાર મુક્તાવલી જેવો છે. ઊર્ધ્વ અને અધોદિશા પ્રારંભથી અંત સુધી ચાર પ્રદેશી છે. સૂત્રમાં તેને રુચકાકારે કહી છે. દિશા અને વિદિશા લોકની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશી અને અલોકની અપેક્ષાએ અનંત પ્રદેશી છે. દશે દિશાના ગુણનિષ્પન્ન નામ તેના અધિપતિ દેવના નામના આધારે નિશ્ચિત થયા છે.