________________
૩
॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
શ્રી ભગવતી સૂત્ર–૨
પ્રસ્તુત સૂત્રમાં નાવશબ્દ પ્રયોગ દ્વારા સૂત્રપાઠનો લોકસ્થિતિ—લોકાનુભાવ પર્યંતનો અતિદેશ કરીને લવણસમુદ્ર સંબંધી સંક્ષિપ્ત નિરૂપણ કર્યું છે. તેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્રમાં છે.
લવણ સમુદ્રનું સંક્ષિપ્ત વર્ણન :– જંબુદ્રીપને ફરતો લવણસમુદ્ર છે. લવણસમુદ્રનું સંસ્થાન, ગોતીર્થ– જળાશયમાં ગાયને ઉતરવાનો માર્ગ અથવા ક્રમશઃ નીચે જતો માર્ગ, નૌકા, છીપ, સંપુટ, અશ્વસ્કંધ અને વલભી જેવો ગોળ વલયાકારનો છે. તેનો ચક્રવાલ વિધ્યુંભ-ગોળાકારે પહોળાઈ બે લાખ યોજન છે તથા તેનો પરિક્ષેપ-પરિધિ ૧૫, ૮૧, ૧૩૯(પંદર લાખ એક્યાસી હજાર એક્સો ઓગણ– ચાલીસ) યોજનથી કંઈક અધિક છે. તેની ઊંડાઈ એક હજાર યોજન અને ઊંચાઈ ૧૬૦૦૦ યોજન છે. તે સર્વ મળીને ૧૭૦૦૦ યોજન થાય છે.
આટલો વિસ્તૃત અને વિશાળ લવણ સમુદ્ર હોવા છતાં, આજ સુધી જંબુદ્રીપને તે ડૂબાડી શક્યો નથી; તેનું કારણ એ છે કે ભરત અને ઐરવત ક્ષેત્રોમાં સ્વભાવથી ભદ્ર, વિનીત, ઉપશાંત, મંદ કષાયી, સરલ, કોમળ, જિતેન્દ્રિય અને નમ્ર પુરુષો હોય છે. યથા– અરિહંત, ચક્રવર્તી, બલદેવ, ચારણ, વિધાધર, શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા અને ધર્માત્મા મનુષ્ય. તેના પુણ્ય પ્રભાવથી લવણસમુદ્ર જંબુદ્રીપને ડૂબાડતો નથી, જલમય કરતો નથી અને આ પ્રકારનો લોકનો સ્વભાવ પણ છે.
॥ શતક પ/ર સંપૂર્ણ ॥