________________
| શતક-૫ઃ ઉદ્દેશક-૨
[ ૩૫ |
वि, तओ पच्छा सत्थाईया जाव अगणिजीवसरीरा इ वत्तव्वं सिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અંગાર, રાખ, ભૂસું, છાણાં આ સર્વને કયા જીવોના શરીર કહેવાય?
ઉત્તર- હે ગૌતમ! અંગાર, રાખ, ભૂસું અને છાણાં આ સર્વ પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેન્દ્રિય જીવ પ્રયોગ પરિણામિત યાવતુ પંચેન્દ્રિય જીવ પ્રયોગ પરિણામિત કહેવાય છે અર્થાતુ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોના શરીર કહેવાય છે અને તત્પશ્ચાત્ શસ્ત્રાતીત થાવત્ અગ્નિકાય પરિણામિત થઈ જાય ત્યારે અગ્નિકાયિક જીવોના શરીર કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં અસ્થિ આદિ અને અંગાર આદિની પૂર્વ-પશ્ચાદવસ્થા વિષયક પ્રશ્નોત્તર છે.
જ્યારે કોઈ પણ સજીવ વસ્તુ સ્વતઃ અજીવ થઈ જાય, ત્યારે તે જ જીવનું શરીર કહેવાય. જ્યારે કોઈ જીવનું શરીર અન્ય શસ્ત્રથી પરિણત થાય અથવા અગ્નિમાં બળી જાય, ત્યારે તે પૂર્વ ભાવની અપેક્ષાએ તે જ જીવનું શરીર કહેવાય અને વર્તમાન ભાવની અપેક્ષાએ તે અગ્નિકાયના જીવોનું શરીર કહેવાય છે, આ રીતે દરેક પદાર્થમાં પૂર્વ–પશ્ચાદવસ્થાની અપેક્ષાએ જાણવું જોઈએ.
અંગારા અથવા રાખ આ બંને પૂર્વાવસ્થાની અપેક્ષાએ વનસ્પતિકાયાદિના શરીર કહેવાય છે અને વર્તમાન અપેક્ષાએ અગ્નિકાયના શરીર કહેવાય છે.
છાણાં વર્તમાન ભાવની અપેક્ષાએ પંચેન્દ્રિયનું શરીર કહેવાય અને પૂર્વ ભાવની અપેક્ષાએ ગાયના ખાદ્ય પદાર્થ, વનસ્પતિ આદિ એકેન્દ્રિયના હોય અને તેમાં ત્રસ જીવો પણ હોય. તેથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોનું શરીર કહેવાય. તે છાણાં બળી જાય ત્યારે પૂર્વ ભાવની અપેક્ષાએ પંચેન્દ્રિયનું શરીર કહેવાય અને વર્તમાન ભાવની અપેક્ષાએ અગ્નિકાયનું શરીર કહેવાય.
આ સુત્રોથી સ્પષ્ટ થાય છે કે અગ્નિ સંસ્કારિત અને અગ્નિ પરિણામિત પદાર્થોમાં અગ્નિકાયના જીવો ઉત્પન્ન થાય છે અને તે મરી જાય છે. તેથી અગ્નિથી નિષ્પાદિત સર્વ ખાદ્યપદાર્થો વર્તમાન ભાવની અપેક્ષાએ અગ્નિકાયના શરીર છે.
લવણ સમુદ્રની સ્થિતિ, સ્વરૂપ આદિ :|१६ लवणे णं भंते ! समुद्दे केवइयं चक्कवाल विक्खंभेणं पण्णत्ते ? एवं णेयव्वं जाव लोगट्टिई लोगाणुभावे । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ર– હે ભગવન્! લવણ સમુદ્રનો ચક્રવાલ વિખંભ(ચારે તરફની પહોળાઈ) કેટલો છે? વગેરે લવણ સમુદ્રનું સંપૂર્ણ વર્ણન લોકસ્થિતિ લોકાનુભાવ સુધી (જીવાભિગમ અનુસાર) જાણવું.