________________
૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
अगणिजीवसरीरा इ वत्तव्वं सिया । શબ્દાર્થ - અ = લોખંડ તપ = ત્રપુષ, કલઈ ૩ = બળેલો પથ્થર, કોલસો વદ = લોખંડનો કાટ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોખંડ, તાંબુ, કલઈ, સીસું, કોલસો અને લોખંડનો કાટ આ સર્વ દ્રવ્યો કયા(જીવોના) શરીર કહેવાય?
ઉત્તર- હે, ગૌતમ ! લોખંડ, તાંબુ, કલઈ, સીસું, કોલસો અને લોખંડનો કાટ, આ સર્વ દ્રવ્ય પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પૃથ્વીકાયિક જીવોના શરીર કહેવાય છે અને ત્યાર પછી શસ્ત્રાતીત થાવત અગ્નિ પરિણામિત થાય ત્યારે તે અગ્નિકાયિક જીવોના શરીર કહેવાય છે.
અસ્થિ આદિના શરીરની પૂર્વ-પશ્ચાદવસ્થા :१४ अह भंते ! अट्ठी अट्ठिज्झामे, चम्मे चम्मज्झामे, रोमे रोमज्झामे, सिंगे सिंगज्झामे, खुरे खुरज्झामे, णहे णहज्झामे; एए णं किंसरीरा इ वत्तव्वं सिया ?
गोयमा ! अट्ठी चम्मे रोमे सिंगे खुरे णहे; एए णं तसपाण जीवसरीरा । अट्ठिज्झामे, चम्मज्झामे, रोमज्झामे, सिंगखुरणहज्झामे; एए णं पुव्वभाव पण्णवणं पडुच्च तसपाणजीवसरीरा; तओ पच्छा सत्थाईया जावअगणि जीवसरीरा त्ति वत्तव्वं લિયા
શબ્દાર્થ – અઠ્ઠી = અસ્થિ, હાડકાં ટ્ટિાને = અસ્થિધ્યામ–અગ્નિથી પર્યાયાન્તર થયેલા હાડકાં. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હાડકાં અને અગ્નિથી પર્યાયાન્તરને પ્રાપ્ત થયેલા હાડકાં, ચામડું અને બળેલું ચામડું, રોમ અને અગ્નિજ્વલિત રોમ, શિંગ અને અગ્નિ પ્રજ્વલિત શિંગ, ખરી અને અગ્નિપ્રજવલિત ખરી, નખ અને અગ્નિ પ્રજ્વલિત નખ; આ સર્વ કયા જીવોના શરીર કહી શકાય છે?
ઉત્તર- હે ગૌતમ! હાડકું, ચામડું, રોમ, શિંગ, ખરી, નખ આ સર્વ ત્રસ જીવોના શરીર છે અને પ્રજ્વલિત થયેલાં હાડકાં, પ્રજ્વલિત થયેલું ચામડું, બળેલા રોમ, પ્રજ્વલિત (અગ્નિથી રૂપાન્તર પ્રાપ્ત) શિંગ, પ્રજ્વલિત ખરી અને પ્રજ્વલિત નખ, આ સર્વ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ તો ત્રસ જીવોના શરીર છે પરંતુ જ્યારે શસ્ત્રાતીત આદિ થાય ત્યારે તે અગ્નિકાયિક જીવોના શરીર કહેવાય છે. | १५ अह भंते ! इंगाले छारिए भुसे गोमए; एए णं किंसरीरा इ वत्तव्वं सिया?
गोयमा ! इंगाले छारिए भुसे गोमए; एए णं पुव्वभावपण्णवणं पडुच्च एगिदियजीव-सरीरप्पओगपरिणामिया वि जावपंचिंदियजीवसरीरप्पओगपरिणामिया