________________
શતક-પ: ઉદેશક-૨
[ ૭૩ ]
= શસ્ત્રાતીત, શસ્ત્રથી છેદિત અifણાનિયા = અગ્નિ ધ્યામિત, અગ્નિ વડે બાળવાથી. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચોખા, અડદ અને મદિરા આ ત્રણે દ્રવ્યો કયા જીવોના શરીર કહેવાય?
ઉત્તર– હે ગૌતમ! ચોખા, અડદ અને મદિરામાં જે ઘન(ઠોસ અથવા કઠણ) દ્રવ્ય છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ વનસ્પતિ જીવના શરીર છે અને ત્યાર પછી જ્યારે તે ઓદનાદિ દ્રવ્ય શસ્ત્ર સ્પર્શ થતાં, શસ્ત્ર દ્વારા પરિણત થતાં, અગ્નિથી સ્પર્શિત, અગ્નિથી આતાપિત, અગ્નિથી વિશેષ આતાપિતા અને અગ્નિથી પરિણામિત(અગ્નિમય અત્કૃષ્ણ) થઈ જાય છે ત્યારે તે દ્રવ્ય અગ્નિકાયના શરીર કહેવાય છે તથા મદિરામાં જે પ્રવાહી પદાર્થ છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ અપકાયનું શરીર કહેવાય અને પછી તે તરલ પદાર્થ પૂર્વોક્ત પ્રકારે શસ્ત્રાતીત યાવત અગ્નિ પરિણામિત આદિ થઈ જાય છે ત્યારે તે અગ્નિનું શરીર કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચોખા, અડદ અને મદિરા આ ત્રણેને કયા જીવના શરીર કહેવાય છે? આ પ્રશ્ન પૂછીને, તેની પૂર્વાવસ્થા અને પશ્ચાદવસ્થાનું વિશ્લેષણ શાસ્ત્રીય રીતે કર્યું છે. પુષ્યભાવ પvણવ - ચોખા અને અડદ પૂર્વાવસ્થાની અપેક્ષાએ વનસ્પતિરૂપ છે. મદિરામાં બે જાતિના પદાર્થ છે. ઠોસ પદાર્થ અને પ્રવાહી પદાર્થ. ગોળ આદિ ઠોસ પદાર્થ પૂર્વાવસ્થાની અપેક્ષાએ વનસ્પતિરૂપ છે અને પ્રવાહી પદાર્થ અપકાય રૂપે છે. પશ્ચાદવસ્થાની અપેક્ષાએ અગ્નિ પરિણામિત :- ચોખા, અડદ અને મદિરા આ સર્વ જ્યારે શસ્ત્રાતીતખાંડણીયું સાંબેલું આદિ સાધનો દ્વારા ખાંડીને તેની પર્યાયને પરિવર્તિત કરાય, શસ્ત્રપરિણત-પ્રતિકુળ સ્વભાવી દ્રવ્યોના પ્રયોગથી પરિણામાંતરને પ્રાપ્ત થાય, અગ્નિધ્યામિત– અગ્નિ દ્વારા સેકાય તે, અગ્નિ- ઝૂષિતઅગ્નિદ્વારારંધાય, ઉકળતા પાણીમાં બફાય, અગ્નિસેવિત–અગ્નિ દ્વારા વરાળથી બફાય,અગ્નિ પરિણામિતઅગ્નિરૂપ થઈ જાય તેટલા પ્રમાણમાં અત્યંત ઉષ્ણ કરાય તો તે અગ્નિકાયના શરીર કહી શકાય છે. અર્થાત્ આ સર્વ ક્રિયાઓ દ્વારા પદાર્થ અત્કૃષ્ણ થાય ત્યારે જ તે અગ્નિકાયના શરીર કહેવાય. જ્યાં સુધી અગ્નિ પરિણામિત ન થાય, અપક્વ કે અર્ધપક્વ અવસ્થામાં રહે ત્યાં સુધી તે પદાર્થ અગ્નિકાયના શરીર કહેવાતાં નથી. તે પૂર્વ પર્યાયવાળા જીવના શરીર કહેવાય છે, તેમ સમજવું જોઈએ. લોખંડ આદિના શરીરની પૂર્વ-પશ્ચાદવસ્થા :१३ अह भंते ! अये तंबे तउए सीसए उवले कसट्टिया; एए णं किं सरीरा इ वत्तव्वं सिया ?
गोयमा ! अये तंब तउए सीसए उवले कसट्टिया; एए णं पुव्वभावपण्णवणं पडुच्च पुढवीजीवसरीरा, तओ पच्छा सत्थाईया जाव