________________
૩ર |
શ્રી ભગવતી સત્ર-૨
એમ ફલિત થાય છે કે પ્રચંડ વાયુ પણ સ્વાભાવિક રીતે વહી શકે છે અને મંદવાયુ પણ વૈક્રિય શરીર બનાવીને વહી શકે છે.
વાય વહેવાના ત્રણ કારણો વિષે વાચનાંતર :- સુત્રકારે વાયુને વહેવાના ત્રણ કારણનો એક જ સૂત્રમાં ઉલ્લેખ ન કરતાં વિસ્તૃત પદ્ધતિને સ્વીકારી, ત્રણ કારણ ત્રણ સૂત્ર દ્વારા દર્શાવ્યા છે. ટીકાકારે સુત્રોક્ત ત્રણ કારણ માટે વાચનાંતરથી અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે. યથા
(૧) સ્વાભાવિક ગતિમાં મહાવાતને છોડીને શેષ ત્રણ વાયુનો ઉલ્લેખ છે. (૨) વાયુના વૈક્રિયશરીર દ્વારા થતાં ગમનમાં મંદવાયુને છોડીને શેષ ત્રણ વાયુનું કથન છે. (૩) દેવકૃત વાયુની ગતિમાં ચારે પ્રકારના વાયુનું નિરૂપણ છે.
વાયુકાયના શ્વાસોચ્છવાસ આદિના સંબંધમાં ચાર આલાપક(ચાર પ્રશ્નોત્તર)નું વિસ્તૃત વર્ણન શતક-૨, ઉ.-૧, સૂત્ર ૭–૧૦માં છે. સંક્ષેપમાં તેનું તાત્પર્ય આ પ્રમાણે છે
(૧)
સ્કંદ પ્રકરણાનુસાર વાયુકાય અચિત્ત વાયુને શ્વાસોચ્છવાસના રૂપમાં ગ્રહણ કરીને છોડે છે.
(૨) વાયુકાય, સ્વકાય શસ્ત્ર(પંખા આદિના નિમિત્તથી ઉત્પન્ન થયેલા કોઈપણ પ્રકારના વાયુ)થી અથવા પરકાય શસ્ત્ર–અન્ય કોઈ પણ પદાર્થથી આઘાત પામીને જ મરે છે પરંતુ શસ્ત્રાઘાત વિના મરતા નથી.
(૩) વાયુકાયનો જીવ અનેક લાખ વાર મરીને પુનઃ પુનઃ વાયુકામાં જન્મ-મરણ કરે છે. (૪) વાયુકાય તેજસ, કાર્મણ શરીરની અપેક્ષાએ અશરીરી પરલોકમાં જાય છે અને ઔદારિક, વૈક્રિય શરીરની અપેક્ષાએ અશરીરી થઈને પરલોકમાં જાય છે.
ઓદન કુભાષ અને મદિરાની પૂર્વ-પશ્ચાદવસ્થા :१२ अह भंते ! ओदणे कुम्मासे सुरा; एए णं किंसरीरा त्ति वत्तव्वं सिया ?
गोयमा ! ओदणे कुम्मासे सुराए य जे घणे दव्वे, एए णं पुव्वभावपण्णवणं पडुच्च वणस्सइजीवसरीरा, तओ पच्छा सत्थाईया सत्थपरिणामिया अगणिज्झामिया अगणिझूसिया अगणिसेविया अगणिपरिणामिया अगणिजीवसरीरा इ वत्तव्वं सिया। सुराए य जे दवे दव्वे एए णं पुव्वभावपण्णवणं पडुच्च आउजीव सरीरा, तओ पच्छा सत्थाईया जाव अगणिकायसरीरा इ वत्तव्वं सिया । શદાર્થ:- મોનાખે = ઓદન, ચોખા મારે = કલ્માસ, અડદ ૪૨ = મદિરા અને = ઘન. ઠોસ પુષ્યમવ- પૂUUવળ = પૂર્વ ભાવ પ્રજ્ઞાપના, પૂર્વાવસ્થાની પ્રજ્ઞાપના પદુશ્વ = અપેક્ષા સસ્થાયી