________________
શતક-૫ઃ ઉદ્દેશક-૨
[
૩૧
]
પ્રશ્ન- હે ભગવન્! ઈષત્પુરોવાત આદિ વાયુ ક્યારે થાય છે?
ઉત્તર-હે ગૌતમ!જ્યારે વાયુકાય વૈક્રિય શરીર બનાવીને ગતિ કરે છે, ત્યારે (પણ) ઈષપુરોવાત આદિ વાયુ વાય છે. १० अत्थि णं भंते ! ईसिं पुरेवाया जाव महावाया वायंति ? हंता, अत्थि ।
कया णं भंते ! ईसिं पुरेवाया जाव महावाया वायंति ?
गोयमा ! जया णं वाउकुमारा वाउकुमारीओ वा अप्पणो वा परस्स वा तदुभयस्स वा अट्ठाए वाउकायंउदीरैति, तया णं ईसिं पुरेवाया जावमहावाया वायति। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ઈષપુરોવાત આદિ વાયુ વાય છે?
ઉત્તર-હા, ગૌતમ! તે સર્વ વાયુ વાય છે. પ્રશ્ન- હે ભગવન્! ઈષતુપુરોવાત, પથ્થવાત આદિ ચારે વાયુઓ ક્યારે વાય છે?
ઉત્તર– હે ગૌતમ! જ્યારે વાયુકુમાર દેવ અને વાયુકુમાર દેવીઓ પોતાના માટે, બીજાના માટે અથવા બંનેને માટે વાયુકાયની ઉદીરણા-વિકુર્વણા કરે છે ત્યારે ઈષપુરોવાત આદિ વાયુ વાય છે. |११ वाउकाए णं भंते ! वाउकायं चेव आणमंति वा पाणमंति वा?
हंता गोयमा ! जाव पाणमंति । एवं जहा खंदए तहा चत्तारि आलावगा યબ્રા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું વાયુકાય વાયુકાયને જ શ્વાસરૂપમાં ગ્રહણ કરે છે અને નિઃશ્વાસરૂપમાં છોડે છે?
ઉત્તર– હા, ગૌતમ! (૧) વાયુ વાયુકાયને શ્વાસરૂપે ગ્રહણ કરે છે અને નિઃશ્વાસરૂપમાં છોડે છે વગેરે સ્કંદક પરિવ્રાજકના વર્ણનમાં (શતક–૨/૧, સૂત્ર ૭ થી ૧૦) કહ્યા અનુસાર ચારે આલાપક જાણવા જોઈએ. [() તે અનેક લાખ વાર મરીને તેમાં જ ઉત્પન્ન થાય છે. (૩) તે સ્પષ્ટ થઈને(સ્વકાય-પરકાય શસ્ત્રથી આહત થઈને) મરે છે અને (૪) મૃત્યુ પામી તે શરીર સહિત નીકળે છે.'
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વાયુની ગતિના ત્રણ કારણનો નિર્દેશ છે–(૧) પોતાની સ્વાભાવિક ગતિથી (૨) પોતાના ઉત્તર વૈક્રિય દ્વારા કત વૈક્રિય શરીરથી (૩) વાયુકુમાર દેવ અને દેવીઓ દ્વારા સ્વ, પર અને ઉભયને માટે વાયુકાયની વિદુર્વણા કરવાથી. આ ત્રણે કારણથી સૂત્રોક્ત ચારે પ્રકારનો વાયુ વાય છે. તેથી