________________
શ્રી ભગવતી સૂત્ર–૨
(૨) સમુદ્ર કિનારે પાણીની જે ભરતી ઓટ આવે છે, તે ભરતીને વેલા કહે છે. પ્રસ્તુત સૂત્રમાં વાયુ લવણ સમુદ્રની વેલાનું ઉલ્લંઘન કરતો નથી, તે પ્રકારનું કથન છે. તેમાં સમુદ્રનું નહીં પરંતુ સમુદ્ર કિનારાનું ઉલ્લંઘન કરતો નથી; તે પ્રમાણે અર્થ થાય છે. સમુદ્ર કિનારાના પ્રદેશમાં સામુદ્રીય અને દ્વીપીય બંને વાયુ એક સાથે વાય ન શકે. વેલાનો અર્થ ભરતી છે પણ સમુદ્રમાં ભરતી હોય ત્યારે પાણી કિનારા ઉપર ફેલાય છે. ભરતી કિનારા ઉપર જ આવે છે; તેથી અહીં 'વેલા' શબ્દનો 'કિનારો' અર્થ કર્યો છે. કિનારા પર સામુદ્રીય વાયુ વાતો હોય ત્યારે તે કિનારા પરથી વાતા વાયુનું ઉલ્લંઘન કરીને દ્વીપીય વાયુ વાતો નથી અને કિનારા પર દ્વીપીય વાયુ વાતો હોય ત્યારે ત્યાં સામુદ્રીય વાયુ વાતો નથી.
३०
અળમળ વિવન્નાસેળ :– અન્યોન્ય = પરસ્પર વિપરીતપણે. સમુદ્ર અને દ્વીપ બંને સામસામા વિપરીત દિશામાં છે તેથી એક જ સ્થળે, કિનારના સ્થાને બે વિપરીત વાયુઓ હોતા નથી.
ચારે પ્રકારના વાયુને વહેવાના કારણ :
८ अत्थि णं भंते ! ईसिं पुरेवाया जाव महावाया वायंति ? हंता, अत्थि । कया णं भंते ! ईसिं पुरेवाया जाव महावाया वायंति ?
गोयमा ! जया णं वाउयाए अहारियं रियंति तया णं ईसिं पुरेवाया जाव महावाया वायंति ।
શબ્દાર્થ:- અરય યિંતિ = સ્વભાવાનુસાર ગતિ કરે છે.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું ઈષપુરોવાત, પથ્યવાત, મંદવાત અને મહાવાત વાય છે ?
ઉત્તર– હા, ગૌતમ ! તે સર્વ વાયુ વાય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! ઈષપુરોવાત આદિ વાયુ ક્યારે વાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! વાયુકાય જ્યારે સ્વાભાવિક ગતિ કરે છે ત્યારે ઈષપુરોવાત આદિ વાયુ વાય છે.
९ अत्थि णं भंते ! ईसिं पुरेवाया जाव महावाया वायंति ? हंता, अत्थि ।
कया णं भंते ! ईसिं पुरेवाया जाव महावाया वायंति ?
गोयमा ! जया णं वाउयाए उत्तरकिरियं रियइ तया णं ईसिं पुरेवाया जाव महावाया वायंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું ઈષપુરોવાત આદિ વાયુ વાય છે ?
ઉત્તર– હા, ગૌતમ ! તે સર્વ વાયુ વાય છે.