________________
શતક-૫ઃ ઉદ્દેશક-૨
૨૯ ]
ઉત્તર- હા, ગૌતમ! સમુદ્રમાંથી(સમુદ્ર સંબંધી) આ સર્વ વાયુઓ હોય છે. ६ जया णं भंते ! दीविच्चया ईसिं पुरेवाया, तया णं सामुद्दया वि ईसिं पुरेवाया; जया णं सामुद्दया ईसिं पुरेवाया, तया णं दीविच्चया वि ईसिं पुरेवाया ?
गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જ્યારે દ્વીપમાંથી ઈષતુપુરોવાત આદિ વાયુ વાતા હોય છે, ત્યારે શું સમુદ્રમાંથી પણ ઈષતુપુરોવાત આદિ વાયુ વાય છે? અને જ્યારે સમુદ્રમાંથી ઈષતુપુરોવાત આદિ વાયુ વાય ત્યારે દ્વીપમાંથી પણ ઈષત્પુરોવાત આદિ વાયુ વાય છે?
ઉત્તર-હે ગૌતમ! આ શક્ય નથી. સમુદ્રમાંથી જે વાયુ વાતા હોય ત્યારે દ્વીપમાંથી તેની સમાન વાયુ વાતા નથી.
७ सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ- जया णं दीविच्चया ईसिं पुरेवाया, णो णं तया सामुद्दया ईसिं पुरेवाया; जया णं सामुद्दया ईसिं पुरेवाया, णो णं तया दीविच्चया ईसिं पुरेवाया ?
गोयमा! तेसि णं वायाणं अण्णमण्ण विवच्चासेणं लवणे समुद्दे वेलं णाइक्कमइ। से तेणटेणं जाव वाया वायति । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જ્યારે દ્વીપીય ઈષતુપુરોવાત આદિવાયુ વાતા હોય, ત્યારે સામુદ્રિક ઈષત્પુરોવાત આદિ વાયુ વાતા નથી અને જ્યારે સામુદ્રિક ઈષત્પુરોવાત આદિ વાયુઓ વાતા હોય, ત્યારે દ્વીપીય ઈષપુરોવાત આદિ વાયુ વાતા નથી?
ઉત્તર- હે ગૌતમ! તે સર્વ વાયુ પરસ્પર વિપરીત છે. અર્થાત્ બંને ક્ષેત્રના વાયુના વહેવાનો સ્વભાવ વિપરીત છે અને તે વાયુ લવણસમુદ્રની વેલાનું ઉલ્લંઘન કરતા નથી. તેથી તે વાયુ પૂર્વોક્તરૂપે વહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમુદ્ર અને દીપના કિનારાની અપેક્ષાએ વાયુનું નિરૂપણ છે.
સમુદ્ર અને દ્વીપના કિનારે જ્યારે કોઈ પણ વાયુ સમુદ્ર તરફથી વાય ત્યારે દ્વીપ તરફથી વાયુ વાતો નથી અને જ્યારે દ્વીપ તરફથી તે વાયુ વાય ત્યારે સમુદ્ર તરફથી વાયુ વાતો નથી; કારણ કે કોઈ પણ એક સ્થાનમાં એક સમયે બે વિરોધી દિશાના વાયુનો સંચાર થઈ ન શકે. વે નામ :-વેલા શબ્દના બે અર્થ છે- (૧) લવણ સમુદ્રની સત્તર હજાર યોજન ઊંચી શિખા