________________
૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
ईसिंपुरवाया जाव वहति; जया णं पच्चत्थिमे णं ईसिंपुरेवाया जाव वहंति, तया णं पुरथिमे णं वि ईसिंपुरेवाया जाव वहति । एवं दिसासु, विदिसासु । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યારે પૂર્વમાં ઈષપુરોવાયુ, પથ્યવાયુ, મંદવાયુ અને મહાવાયુ વાતા હોય ત્યારે શું પશ્ચિમમાં પણ ઈષપુરોવાયું આદિ વાય છે અને જ્યારે પશ્ચિમમાં ઈષપુરોવાયું આદિ વાયુ વાય, ત્યારે શું પૂર્વમાં પણ તે વાયુઓ વાય છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યારે પૂર્વમાં ઈષતુપુરોવાત આદિ વાયુ વાતા હોય, ત્યારે તે પશ્ચિમમાં પણ ઈષપુરોવાયું આદિ વાય છે અને જ્યારે પશ્ચિમમાં ઈષપુરોવાત આદિ વાયુ વાતા હોય, ત્યારે તે સર્વ વાયુઓ પૂર્વમાં પણ વાય છે. આ રીતે સર્વ દિશાઓમાં અને વિદિશાઓમાં પણ સમજવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર પ્રકારના વાયુનું અસ્તિત્વ દર્શાવતાં સમજાવ્યું છે કે તે ચારે વાયુ ચારે દિશા અને ચારે વિદિશામાંથી કોઈપણ દિશા વિદિશામાં વહી શકે છે. તે ચારે પ્રકારના વાયુને કોઈ પ્રતિબંધ નથી. એક જ દિશામાં અનેક પ્રકારના વાયુઓ પણ વાય શકે છે. પૂર્વ આદિ દિશાઓ ઘણી લાંબી અને વિસ્તૃત છે તેના ભિન્ન-ભિન્ન વિભાગમાં ભિન્ન-ભિન્ન વાયુ વહે તે શક્ય છે પરંતુ એક દિશાના એક વિભાગ(ક્ષેત્રોમાં બે વિરોધી વાયુનું એટલે મંદવાયુ અને મહાવાયુનું અસ્તિત્વ શક્ય નથી અર્થાત્ મંદવાયુ વાતો હોય ત્યારે તે જ ક્ષેત્રમાં મહાવાયુ વાતો નથી.
(૧) ઈષપુરોવાત - ઓસ આદિની સ્નિગ્ધતા–ભેજ યુક્ત વાયુને ઈષપુરોવાત(પરવાયુ) કહે છે. (૨) પAવાત – વનસ્પતિ આદિને માટે લાભદાયક અને હિતકર વાયુને પથ્થવાત કહે છે. (૩) મંદવાત – મંદ ગતિએ વહેતા વાયુને મંદવાત કહે છે. (૪) મહાવાત - તીવ્ર ગતિથી વહેતા વાયુને મહાવાત કહે છે. દ્વીપ-સમુદ્રમાં પરસ્પર વાયુનો સંચાર :| ४ अत्थि णं भंते ! दीविच्चया ईसिं पुरेवाया? हंता, अत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું દ્વીપમાંથી (દ્વીપ સંબંધી) ઈષત્પુરોવાત આદિ વાયુ હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! તે હોય છે. | ५ अस्थि णं भंते ! सामुद्दया ईसिं पुरेवाया ? हंता, अस्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સમુદ્રમાંથી (સમુદ્ર સંબંધી) ઈષપુરોવાત આદિ વાયુ હોય છે?