________________
શતક–૫: ઉદ્દેશક-૩
શતક-પ : ઉદ્દેશક-૩)
- સંક્ષિપ્ત સાર
-
આ ઉદ્દેશકમાં આયુષ્ય બંધ સંબંધિત અન્યતીર્થિકોની માન્યતાનું કથન કરી સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. * અન્યતીર્થિકો પોતાના મંતવ્યને જાળગ્રંથીના દાંતથી સમજાવે છે કે જે રીતે એક જાળમાં અનેક ગાંઠો વાળેલી હોય અને તે ગાંઠો પરસ્પર સંબદ્ધ હોય તે રીતે અનેક જીવોના હજારો આયુષ્ય એક સાથે ક્રમશઃ સંબદ્ધ હોય છે અને એક જીવ એક સમયે બે આયુષ્યનું વેદન કરે છે; આ ભવનું આયુષ્ય અને પરભવનું આયુષ્ય.
આ માન્યતા યુક્તિસંગત નથી, અનેક જીવોના અનેક આયુષ્ય જાલગ્રંથીની જેમ સંબદ્ધ હોય તો એક જીવનો જન્મ કે મૃત્યુ થતાં સર્વ જીવના જન્મ કે મૃત્યુ થવા જોઈએ પરંતુ તે પ્રત્યક્ષ બાધિત છે. તેથી આયુષ્ય બંધ વિષયક અન્યતીર્થિકોની જાલગ્રંથીની કલ્પના સર્વથા મિથ્યા છે અને એક જીવ એક સમયે બે આયુષ્યનું વેદન કરે છે, તે કથન પણ તેમનું અયુક્ત છે. * આ ભવના કૃત્યો અનુસાર જીવ પરભવનું આયુષ્ય બાંધે છે. આ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં પોતાના કરેલા આયુષ્ય બંધ અનુસાર જ તે જીવનું પરભવમાં ગમન થાય છે. ત્યાં પૂર્વે બાંધેલા આયુષ્યનો ઉદય થાય છે. આ રીતે જીવની મુક્તિ ન થાય ત્યાં સુધી આયુષ્યના બંધ અને ઉદયની શૃંખલા ચાલે છે પરંતુ એક ભવમાં એક જ આયુષ્યનું વેદના થાય છે. * આગામી ભવના આયુષ્યનો બંધ કર્યા વિના જીવ પરભવમાં જતો નથી અર્થાત્ આગામી ભવનું આયુષ્ય વર્તમાન ભવમાં બાંધીને પછી જ જીવ મૃત્યુ પામે છે. * આયુબંધના અનેક ભેદ પ્રભેદ– ચારગતિ, ચોવીસ દંડક અને જીવના ભેદ પ્રભેદાનુસાર થાય છે.