________________
શતક-૫ઃ ઉદ્દેશક-૧
[૨૫]
૪૨ સૂર્ય
જંબૂદ્વીપમાં ૨ સૂર્ય ૨ ચંદ્ર લવણસમુદ્રમાં ૪ સૂર્ય ૪ ચંદ્ર ધાતકીખંડમાં ૧૨ સૂર્ય ૧૨ ચંદ્ર કાલોદધિ સમુદ્રમાં
૪૨ ચંદ્ર પુષ્કરાદ્ધ દ્વીપમાં ૭ર સૂર્ય ૭ર ચંદ્ર અઢીદ્વીપમાં કુલ ૧૩ર સૂર્ય અને ૧૩ર ચંદ્ર હોય છે.
આ સર્વ ગતિશીલ છે. અઢી દ્વીપની બહાર પણ અસંખ્યાત ચંદ્ર-સૂર્ય છે પરંતુ તે સ્થિર છે. સૂર્યની ગતિના આધારે જ દિવસ, રાત્રિ આદિનો વ્યવહાર થાય છે. તેથી અઢીદ્વીપમાં જ દિવસ, રાત્રિ, અયન, પક્ષ, વર્ષ આદિ કાલનો વ્યવહાર થાય છે. અઢીદ્વીપની બહાર સૂર્ય ચંદ્ર સ્થિર હોવાથી તેની ગતિ નથી. તેથી ત્યાં દિવસરાત્રિનો વ્યવહાર થતો નથી.
છે શતક પ/૧ સંપૂર્ણ છે.