________________
[ ૨૪]
શ્રી ભગવતી સૂત્ર
___ गोयमा ! जहेव धायइसंडस्स वत्तव्वया तहेव अभितरपुक्खरद्धस्स वि भाणियव्वा, णवरं अभिलावो अभितर पुक्खरद्धेणं भाणियव्वो जाव तया णं अभितरपुक्खरद्धे मंदराणं पुरत्थिमे-पच्चत्थिमेणं णेवत्थि ओसप्पिणी, णेवत्थि उस्सप्पिणी, अवट्ठिए णं तत्थ काले पण्णत्ते समणाउसो ? हंता गोयमा ! एवं चेव। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્!આવ્યંતર પુષ્કરાદ્ધ દ્વીપમાં સૂર્ય ઈશાનકોણમાં ઉદય પામી, અગ્નિકોણમાં અસ્ત થાય છે? ઈત્યાદિ પ્રશ્ન પૂછવા.
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે ધાતકખંડની વક્તવ્યતા કહી તે જ રીતે આવ્યંતર પુષ્કરાદ્ધ દ્વીપની વક્તવ્યતા કહેવી જોઈએ. વિશેષતા એ છે કે ધાતકીખંડના સ્થાને આવ્યંતર પુષ્કરાદ્ધનું નામ કહેવું જોઈએ. વાવ શું આત્યંતર પુષ્કરાદ્ધ દ્વીપમાં મંદર પર્વતોની પૂર્વ-પશ્ચિમમાં ઉત્સર્પિણીકાલ ન હોય, અવસર્પિણી કાલ ન હોય, પરંતુ તે આયુષ્યમાન શ્રમણ ! શું ત્યાં સદૈવ અવસ્થિત(અપરિવર્તનીય)કાલ હોય છે? હા ગૌતમ! તે જ રીતે હોય છે.
પ્રશ્નનું સંપૂર્ણ રીતે સમાધાન પ્રાપ્ત થતાં શ્રી ગૌતમ સ્વામીએ સંતોષ પ્રગટ કરતાં કહ્યું કેહે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .
વિવેચન :
પ્રસ્તુત(૧૭ થી ૧૯)ત્રણ સૂત્રોમાં લવણ સમુદ્ર, ધાતકીખંડદ્વીપ, કાલોદધિસમુદ્ર અને પુષ્કરાર્ધદ્વીપમાં સૂર્યની ગતિ, દિવસ રાત્રિ અને સમયાદિ સંબંધી વક્તવ્યતા છે. એકથી સોળ સુધીના સૂત્રોમાં જંબદ્વીપના સુર્યની ગતિ આદિનું કથન છે, તે સર્વ વર્ણન અહીં પણ તે જ રીતે સમજવું.
અઢીલીપનો પરિચય અને તેમાં સૂર્ય ચંદ્રની સંખ્યા :- જૈન ભૌગોલિક દષ્ટિએ મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર છે. સહુ પ્રથમ મધ્યમાં એક લાખ યોજનાનો જંબુદ્વીપ છે, તે થાળીના આકારે છે; તેમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. તેને ફરતો બે લાખ યોજનાનો લવણ સમુદ્ર છે, જે વલયાકારનો છે. તેમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. તેને ફરતો ચાર લાખ યોજનનો ધાતકીખંડ છે, તેમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. તેને ફરતો આઠ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર છે, તેમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય છે. તેને ફરતો ૧૬ લાખ યોજનનો વલયાકાર પુષ્કરવર દ્વીપ છે. તેની વચ્ચે વલયાકાર માનુષોત્તર પર્વત છે, જે અઢી દ્વીપ અને બે સમુદ્રની ચારે તરફ ગઢ-દુર્ગ સમાન છે. આ પર્વત મધ્યમાં હોવાથી પુષ્કરવર દ્વીપના બે વિભાગ થાય છે. (૧) આત્યંતર પુષ્કરવર દ્વીપ અને (૨) બાહ્ય પુષ્કરવર દ્વીપ. આ પર્વત મનુષ્યક્ષેત્રની પણ સીમા નિર્ધારિત કરે છે. તેથી તેને માનુષોત્તર પર્વત કહે છે. માનુષોત્તર પર્વત પછી પણ અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે પરંતુ તેમાં મનુષ્ય નથી. માનુષોત્તર પર્વત સુધી અઢી દ્વીપ અને બે સમુદ્રોની કુલ લંબાઈ– પહોળાઈ ૪૫ લાખ યોજન છે. તેમાં કુલ ૧૩ર સુર્ય અને ૧૩ર ચંદ્ર છે. યથા