________________
શતક-પ: ઉદ્દેશક-૧
૨૩ |
हंता गोयमा ! एवं चेव ।।
एवं एएणं अभिलावेणं णेयव्वं जाव जया णं भंते ! धायइसंडे दाहिणड्डे ओसप्पिणी पडिवज्जइ तयाणं उत्तरले वि? जया णं उत्तरले ओसप्पिणी पडिवज्जइ तया णं धायइसंडे दीवे मंदराणं पव्वयाणं पुरत्थिम-पच्चत्थिमे णं णेवत्थि ओसप्पिणी णेवत्थि उस्सप्पिणी, अवट्ठिए णं तत्थ काले पण्णत्ते समणाउसो?
હંત જોયપર્વ જેવા
जहा लवणसमुदस्स वत्तव्वया तहा कालोदस्स वि भाणियव्वा, णवरं कालोदस्स णाम भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધાતકીખંડ દ્વીપમાં સૂર્ય ઈશાન કોણમાં ઉદય પામીને, શું અગ્નિકોણમાં અસ્ત થાય છે? ઈત્યાદિ પ્રશ્ન કરવા.
ઉત્તર- હે ગૌતમ! જે વક્તવ્યતા જંબૂદ્વીપના સંબંધમાં કહી છે, તે જ પ્રમાણે સંપૂર્ણ વક્તવ્યતા ધાતકીખંડના વિષયમાં પણ કહેવી જોઈએ પરંતુ વિશેષતા એ છે કે આ પાઠના ઉચ્ચારણ સમયે જંબુદ્વીપ શબ્દની જગ્યાએ ધાતકીખંડ શબ્દ પ્રયોગ દ્વારા સર્વ આલાપક કહેવા, તે આ પ્રમાણે છે
પ્રશ્ન- હે ભગવન્! જ્યારે ધાતકીખંડના દક્ષિણ વિભાગમાં દિવસ હોય ત્યારે શું ઉત્તર વિભાગમાં પણ દિવસ હોય અને જ્યારે ઉત્તર વિભાગમાં દિવસ હોય ત્યારે શું ધાતકીખંડ દ્વીપના(બંને) મેરુ પર્વતોની પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય?
ઉત્તર- હા, ગૌતમ! તે જ રીતે હોય છે. આ અભિલાપ દ્વારા કથન કરતાં અંતે આ કથન કરવું કે
પ્રશ્ન- હે ભગવન્! જ્યારે દક્ષિણ વિભાગમાં અવસર્પિણી હોય ત્યારે શું ઉત્તર વિભાગમાં પણ અવસર્પિણી હોય? અને જ્યારે ઉત્તર વિભાગમાં અવસર્પિણી હોય ત્યારે શું ધાતકીખંડ દ્વીપના મંદિર પર્વતોની પૂર્વ-પશ્ચિમમાં અવસર્પિણી ન હોય, ઉત્સર્પિણી ન હોય, પરંતુ તે આયુષ્યમાન્ શ્રમણવર્ય! શું ત્યાં અવસ્થિતકાલ હોય ?
ઉત્તર- હા, ગૌતમ! તે જ રીતે હોય છે.
જેમ લવણસમુદ્રના વિષયમાં વક્તવ્યતા કહી, તેમ કાલોદધિના સંબંધમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે ત્યાં લવણ સમુદ્રના સ્થાને કાલોદધિનું નામ કહેવું જોઈએ.
१९ अभितरपुक्खरद्धेणं भंते सूरिया उदीणपाईणमुग्गच्छ पाईण दाहिणमागच्छंति, પુછી ?