________________
શતક-પ: ઉદ્દેશક-૧ )
[
૨૧
|
પૂર્વ સંખ્યાઓને ૮૪-૮૪ લાખથી ગુણતાં ત્યાર પછીની સંખ્યા પ્રાપ્ત થાય છે. આ રીતની ગણના પૂર્વથી લઈને શીર્ષપ્રહેલિકાપર્યત થાય છે. શીર્ષપ્રહેલિકામાં ૫૪ આંકડા અને ૧૪૦ શૂન્ય હોય છે. તે ગણનાકાલનું અંતિમ એકમ છે. જોકે શીર્ષપ્રહેલિકા પછી પણ સંખ્યાતકાલ છે પરંતુ તે કાળની ગણના ઉપમા દ્વારા કરાય છે. દસ કોટી કોટી પલ્યોપમ = ૧ સાગરોપમ, ૧૦ કોટા કોટી સાગરોપમ = ૧ ઉત્સર્પિણીકાલ અને ૧૦ કોટાકોટી સાગરોપમ = એક અવસર્પિણીકાલ આ રીતે ૨૦ કોટાકોટી સાગરોપમ = ૧ કાલચક્ર.
પલ્યોપમ અને સાગરોપમ આ બંને એકમો ગણનાના વિષય નથી, તે ઉપમાનો વિષય છે; તેથી તેને ઉપમાકાલ કહે છે. પલ્યોપમ અને સાગરોપમનું વિસ્તૃત વિવેચન શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં છે. અવસપિકાલ - જે કાલમાં જીવોના સંઘયણ, સંસ્થાન ઉત્તરોત્તર હન-જૂન થતા જાય છે, આયુષ્ય અને અવગાહના ઘટતી જાય છે તથા ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષકાર–પરાક્રમનો ક્રમશઃ હ્રાસ થતો જાય છે; પુદ્ગલોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હીન થતા જાય છે અને શુભભાવોમાં હાનિ અને અશુભભાવોમાં વૃદ્ધિ થતી જાય છે, તેને અવસર્પિણીકાલ કહે છે. આ કાલ દસ ક્રોડાકોડી સાગરોપમનો છે. તેના છ વિભાગ(આરા) હોય છે. એક પ્રકારે તે અર્ધકાલચક્ર છે.
અવસર્પિણીકાલના પ્રથમ વિભાગ અર્થાતુ પ્રથમ આરા માટે પદમા મોબળ શબ્દ પ્રયોગ થયો છે. અવસર્પિણી કાલના છ આરા પૂર્ણ થાય ત્યારે ઉત્સર્પિણી કાલનો પ્રારંભ થાય છે.
ઉત્સર્પિણીકાલઃ- જે કાલમાં જીવોના સંઘયણ અને સંસ્થાન ઉત્તરોત્તર અધિકાધિક શુભ થતા જાય છે; આયુષ્ય અને અવગાહના વધતી જાય છે; ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર–પરાક્રમની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે તથા પુદ્ગલોના વર્ણાદિ શુભ થતા જાય છે; અશુભતમ ભાવ ક્રમશઃ અશુભતર, અશુભ, શુભ, શુભતર અને શુભતમ થાય છે અને ઉચ્ચતમ અવસ્થા આવી જાય છે, તેને ઉત્સર્પિણીકાલ કહે છે. આ કાલ પણ દશ ક્રોડાકોડી સાગરોપમનો હોય છે, તેના પણ છ વિભાગ(આરા) હોય છે. તે પણ અર્ધકાલ ચક્ર કહેવાય છે. ઉત્સર્પિણીકાલના પ્રથમ વિભાગ અર્થાતુ પ્રથમ આરા માટે પદની ૩ બળી શબ્દ પ્રયોગ થયો છે.
એક અવસર્પિણીકાલ અને ઉત્સર્પિણીકાલ મળીને એક કાલચક્ર થાય છે. ઉત્સર્પિણીકાલના છ આરા પૂર્ણ થાય ત્યારે ફરી અવસર્પિણીકાલનો પ્રારંભ થાય છે. આ રીતે કાલચક્ર સતત ફર્યા જ કરે છે.
લવણ સમુદ્રાદિમાં દિવસ રાત્રિ આદિ :१७ लवणे णं भंते ! समुद्दे सूरिया उदीण पाईणमुग्गच्छ पाईणदाहिणमागच्छंति, पुच्छा ?
गोयमा ! जच्चेव जंबुद्दीवस्स वत्तव्वया भणिया तच्चेव सव्वा