________________
૨૦
પણ નથી પરંતુ હે આયુષ્યમાન શ્રમણપુંગવ ! ત્યાં શું અવસ્થિતકાલ હોય ?
ઉત્તર– હા ગૌતમ ! તે જ રીતે હોય છે અર્થાત્ પ્રશ્નગત સંપૂર્ણ વર્ણન ઉત્તરમાં પણ કહેવું. જે રીતે અવસર્પિણીના વિષયમાં આલાપક કર્યો છે. તે જ રીતે ઉત્સપિર્ણીના વિષયમાં પણ કહેવો.
વિવેચન :
શ્રી ભગવતી સ્ત્ર
પૂર્વ સૂત્રોમાં વર્ષાદ ત્રણ ઋતુમાં સમય, આવલિકા, આનપાન-શ્વાસોચ્છવાસ આદિ કાલના ૧૦ વિભાગ વિષયક પૃચ્છા છે અને પ્રસ્તુત સૂત્રોમાં ત્યાર પછીના કાલવિભાગના અન્ય એકમ અયન અને યુગથી પ્રારંભ કરી ઉત્સર્પિણી અવસર્પિણી કાલ સુધીનું નિરૂપણ છે.
ખેવસ્થિ ઓસખિળી :- ઉત્તર અને દક્ષિણ વિભાગમાં ઉત્સર્પિણી કાલ અને અવસર્પિણીકાલ હોય છે પરંતુ પૂર્વપશ્ચિમ વિભાગમાં ઉત્સર્પિણી—અવસર્પિણીકાલ હોતા નથી. ત્યાં કાલનું પરિવર્તન થતું નથી પરંતુ સદાને માટે સમાન કાલ હોય છે. આગમમાં તેને માટે નોઉત્સર્પિણી નોઅવસર્પિણી શબ્દપ્રયોગ છે.
અવન – છ મહીનાનું એક અયન થાય છે. બે અયનનું એક વર્ષ હોય છે. સમયાદિ એકમોમાં અયન અગિયારમું એકમ છે. યુT = પાંચ વર્ષનો એક યુગ થાય છે.
અવળે પરિવાર્ ઃ- અયન પૂર્ણ થાય છે અર્થાત્ જ્યારે ઉત્તર દક્ષિણ વિભાગોમાં પ્રથમ અયન પૂર્ણ થાય છે તેના અનંતર સમયે(એક સમય પછી)પૂર્વ પશ્ચિમ વિભાગોમાં પ્રથમ અયન પૂર્ણ થાય છે.
કાલના સમસ્ત એકમોનું પરિમાણ :– કાલના સૂક્ષ્મ, અભેદ્ય અને નિરવયવ અંશને સમય કહે છે. તે ગણનાકાલનું આદ્ય એકમ છે. અસંખ્યાત સમયોના સમુદાયને આવલિકા કહે છે. સંખ્યાત આવલિકા પ્રમાણ કાલને આશપ્રાણ કહે છે. તેનું બીજુ નામ ઉચ્છવાસ–નિઃશ્વાસ છે. હૃષ્ટ-પુષ્ટ, નીરોગી, સ્વસ્થ વ્યક્તિને એક વાર શ્વાસ લેવા અને મૂકવામાં જેટલો સમય લાગે તેને આજ્ઞપ્રાણ કહે છે.
અસંખ્યાત સમય = ૧ આવલિકા
સંખ્યાત આવલિકા = 1 આણપ્રાણ
૭ આણપ્રાણ = ૧ સ્ટોક
૭ સ્ટોક = ૧ લવ
૭૭ લવ અથવા ૩૭૭૩ આણપ્રાણ = ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર
૧૫ અહોરાત્ર - ૧ પક્ષ
૨ પક્ષ = ૧ માસ
૨ માસ = ૧ ઋતુ
ૐ ૠતુ = ૧ અયન
૨ અયન = ૧ સંવત્સર ૫ સંવત્સર = ૧ યુગ
=
૨૦ યુગ = ૧ શત વર્ષ
૧૦ રાત વર્ષ - ૧ સહસ વર્ષ
૧૦૦ સહસ વર્ષ = ૧ લાખ વર્ષ
૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ
૮૪ લાખ પૂર્વાંગ - ૧ પૂર્વ
૮૪ લખા પૂર્વ = ૧ ત્રુટિતાંગ
૮૪ લાખ ત્રુટિતાંગ - ૧ ત્રુટિત