________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર
ઋતુ આ સર્વના વિષયમાં પણ કથન કરવું જોઈએ. १४ जया णं भंते ! जंबुद्दीवे दीवे दाहिणड्डे हेमंताणं पढमे समए पडिवज्जइ तया णं उत्तरड्डे वि हेमंताणं पढमे समए पडिवज्जइ ? एवं जहा वासाणं पुच्छा तहा भाणियव्वा जाव उठणा वि । एवं गिम्हाण वि आलावगो भाणियव्यो । एवं एए तीस आलावगा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપના દક્ષિણ વિભાગમાં હેમંત ઋતુનો પ્રથમ સમય હોય ત્યારે શું ઉત્તર વિભાગમાં પણ હેમંત ઋતુનો પ્રથમ સમય હોય? આ રીતે વર્ષાઋતુની પૃચ્છાની જેમ સમય, આવલિકાથી લઈ ઋતુપર્યતનું કથન હેમંત ઋતુના સંબંધમાં પણ કરવું જોઈએ. તે જ રીતે ગ્રીષ્મ ઋતુનું સંપૂર્ણ કથન કરવું જોઈએ. આ રીતે વર્ષાઋતુ, હેમંતઋતુ અને ગ્રીષ્મઋતુ આ ત્રણેનું સમાન વર્ણન છે. તેથી ત્રણે ઋતુના ત્રીસ આલાપક થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદ્વીપના ચાર વિભાગોની અપેક્ષાએ વર્ષા આદિ ત્રણ ઋતુઓના પ્રથમ સમય, આવલિકાદિનું નિરૂપણ છે.
ઋતુઓનો પ્રારંભ પહેલાં ઉત્તર દક્ષિણ વિભાગમાં થાય છે, પછી તેના અનંતર સમયે પૂર્વ-પશ્ચિમ વિભાગમાં થાય છે. તીરં બનાવIT :– સમય, આવલિકા, આનપાન, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ અને
ઋતુ સુધીના દશ એકમો છે. તે દશની વર્ષાદિ ત્રણ ઋતુમાં પૃચ્છા કરવાથી ત્રીસ આલાપક(પૃચ્છાના વિકલ્પ) થાય છે. અનંતર પુરડાયેલિ - એક સમય પછીના સમયને અનંતર પુરસ્કૃત સમય કહે છે. દક્ષિણ વિભાગમાં પ્રારંભ થનારી વર્ષાઋતુના પ્રારંભની અપેક્ષાએ અનંતર સમયે(પછીના સમયે) પૂર્વ અને
પશ્ચિમ વિભાગમાં વર્ષાઋતુનો પ્રારંભ થાય છે. કાર પદાશિ :- એક સમય પહેલાંના સમયને અનંતર પશ્ચાતકત સમય કહે છે. પૂર્વપશ્ચિમ વિભાગમાં પ્રારંભ થનારી વર્ષાઋતુના પ્રારંભની અપેક્ષાએ ઉત્તર દક્ષિણ વિભાગમાં એક સમય પહેલાં વર્ષાઋતુનો પ્રારંભ થાય છે. અયન વગેરેનો પ્રારંભ - | १५ जया णं भंते ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणड्डे पढमे अयणे