________________
શતક-૫ઃ ઉદ્દેશક-૧
[ ૧૭ ]
શબ્દાર્થ – અનંતર પુર નિયંતિ = અનંતર પુરસ્કૃત સમય, એક સમય પછી, તે સમય પછીનો સમય. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપના દક્ષિણ વિભાગમાં વર્ષાઋતુ(ચોમાસાની ઋતુ)નો પ્રથમ સમય હોય ત્યારે શું ઉત્તર વિભાગમાં પણ વર્ષાઋતુનો પ્રથમ સમય હોય અને જ્યારે ઉત્તર વિભાગમાં વર્ષાઋતુનો પ્રથમ સમય હોય ત્યારે જંબૂદ્વીપના મેરુપર્વતથી પૂર્વ-પશ્ચિમમાં એક સમય પછી વર્ષાઋતુનો પ્રથમ સમય હોય?
ઉત્તર-હા, ગૌતમ! આ જ રીતે હોય છે અર્થાત્ જ્યારે જંબૂદ્વીપના દક્ષિણ વિભાગમાં વર્ષાઋતુનો પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તર વિભાગમાં પણ પ્રથમ સમય હોય છે અને પૂર્વ–પશ્ચિમમાં એક સમય પછી વર્ષાઋતુનો પ્રથમ સમય હોય છે. |१३ जया णं भंते ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमे णं वासाणं पढमे समए पडिवज्जइ तया णं पच्चत्थिमे वि वासाणं पढमे समए पडिवज्जइ । जया णं पच्चत्थिमे णं वासाणं पढमे समए पडिवज्जइ तया णं मंदरस्स पव्वयस्स उत्तर दाहिणे णं अणंतरपच्छाकडसमयंसि वासाणं पढमे समए पडिवण्णे भवइ ?
हंता गोयमा ! एवं चेव ।
एवं जहा समएणं अभिलावो भणिओवासाणंतहा आवलियाए विभाणियव्वो; एवं आणपाणूण वि, थोवेण वि, लवेण वि, मुहुत्तेण वि, अहोरतेण वि, पक्खेण वि, मासेण वि, उठणा वि, एएसि सव्वेसिं जहा समयस्स अभिलावो तहा भाणियव्यो। શબ્દાર્થ – અનંતર પૂછાલ સમણિ = અનંતર પશ્ચાતકૃત સમય, એક સમય પહેલાં, તે સમયથી પહેલાંનો સમય બતાવો = સંપૂર્ણ કથન, આલાપક, સૂત્રોચ્ચારણ. ભાવાર્થ - પ્રશ્ર– હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતથી પૂર્વમાં વર્ષાઋતુનો પ્રથમ સમય હોય, ત્યારે પશ્ચિમમાં પણ શું વર્ષાઋતુનો પ્રથમ સમય હોય અને જ્યારે પશ્ચિમમાં વર્ષાઋતુનો પ્રથમ સમય હોય ત્યારે મેરુપર્વતથી ઉત્તર-દક્ષિણમાં એક સમય પહેલાં વર્ષાઋતુનો પ્રથમ સમય હોય?
ઉત્તર-હા, ગૌતમ! આ જ રીતે હોય છે અર્થાત જ્યારે જંબુદ્વીપના મેરુપર્વતની પૂર્વમાં વર્ષાઋતુનો પ્રારંભ થાય ત્યારે પશ્ચિમમાં પણ વર્ષાઋતુનો પ્રારંભ થાય અને જ્યારે પશ્ચિમમાં વર્ષાઋતુનો પ્રારંભ થાય ત્યારે ઉત્તર દક્ષિણમાં એક સમય પહેલાં વર્ષાઋતુનો પ્રારંભ થઈ ગયો હોય છે.
- જે રીતે વર્ષાઋતુના પ્રથમ સમયના વિષયમાં કહ્યું છે તે જ રીતે વર્ષાઋતુના પ્રારંભની પ્રથમ આવલિકાના વિષયમાં પણ કહેવું જોઈએ. તે જ રીતે આનપાન, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ,