________________
શ્રી ભગવતી સૂત્ર–૨
મોટામાં મોટો દિવસ ૧૮ મુહૂર્તનો અને નાનામાં નાનો દિવસ ૧૨ મુહૂર્તનો થાય છે. તે રીતે મોટામાં મોટી રાત્રિ ૧૮ મુહૂર્તની અને નાનામાં નાની રાત્રિ ૧૨ મુહૂર્તની થાય છે. આ રીતે પ્રતિદિન લગભગ દોઢ મિનિટથી કંઈક અધિક વધઘટ દિવસ અને રાતમાં થાય છે.
૧૬
સૂર્ય મંડલની અપેક્ષાએ દિવસ–રાત્રિનું પરિમાણ :
(૧) સૂર્ય જ્યારે બીજાથી ૩રમા મંડલના અÁ ભાગમાં પરિભ્રમણ કરતો હોય ત્યારે દિવસ ૧૭ મુહૂર્તનો અને રાત્રિ ૧૩ મુહૂર્તની હોય છે.
(૨) સૂર્ય જ્યારે ૩૩મા મંડલના અÁ ભાગમાં પરિભ્રમણ કરતો હોય ત્યારે દિવસ એક મુહૂર્તના ૨/૬૧ ભાગ ન્યૂન ૧૭ મુહૂર્તનો અને રાત્રિ એક મુહૂર્તના ૨/૧ ભાગ અધિક ૧૩ મુહૂર્તની હોય છે.
(૩) સૂર્ય જ્યારે રમા મંડલને પૂર્ણ કરે ત્યારે ૧૬ મુહૂર્તનો દિવસ અને ૧૪ મુહૂર્તની રાત્રિ હોય છે. (૪) સૂર્ય જ્યારે ૯૩મા મંડલના અર્જા ભાગમાં પરિભ્રમણ કરતો હોય ત્યારે ૧૫ મુહૂર્તનો દિવસ અને ૧૫ મુહૂર્તની રાત્રિ થાય છે.
(૫) સૂર્ય જ્યારે ૧૨૩મા મંડલને પૂર્ણ કરે ત્યારે ૧૪ મુહૂર્તનો દિવસ અને ૧૬ મુહૂર્તની રાત્રિ થાય છે. (૬) સૂર્ય જ્યારે ૧૫૪મા મંડલના અÁ ભાગમાં પરિભ્રમણ કરતો હોય ત્યારે ૧૩ મુહૂર્તનો દિવસ અને ૧૭ મુહૂર્તની રાત્રિ થાય છે.
(૭) સૂર્ય જ્યારે સર્વ બાહ્ય ૧૮૪મા મંડલને પૂર્ણ કરે, ત્યારે ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે.
આ રીતે સૂર્ય એક માસમાં સાડા ત્રીસ મંડલ પસાર કરે ત્યારે એક મુહૂર્તની વધઘટ થાય છે. તેથી છ મહિનામાં ૬ × ૩૦ ૧/૨ = ૧૮૩ મંડલ પાર કરે છે. યથા- ૧+૩૦૧/૨ = ૩૧૧/૨+૩૦૧/૨ ૬+૩૦૧/૨ = ૯૨/૨ + ૩૦૧/૨ = ૧૨૩+૩૦૧/૨ = ૧૫૩૧/૨+૩૦૧/૨ = ૧૮૪. આ રીતે પ્રથમ મંડલ પર ગતિ કરતો સૂર્ય ૧૮૩ મંડલ પસાર કરીને છ મહિનામાં ૧૮૪મા મંડલ પર આવે છે. ત્યારે દિવસ અને રાત્રિના કાલમાનમાં છ મુહૂર્તની વધઘટ થાય છે.
વર્ષા આદિ ત્રણ ઋતુનો પ્રથમ સમય, આવલિકાદિ :
१२ जया णं भंते ! जंबुद्दीवे दीवे दाहिणड्डे वासाणं पढमे समए पडिवज्जइ तया णं उत्तरड्ढे वि वासाणं पढमे समए पडिवज्जइ; जया णं उत्तरड्ढे वासाणं पढमे समए पडिवज्जइ तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमपच्चत्थिमे णं अणंतर- पुरक्खडे समयंसि वासाणं पढमे समए पडिवज्जइ ? હતા નોયમા ! વ ચેવ ।