________________
શતક-૫ઃ ઉદ્દેશક-૧
)
૧૫
પર્યાય ૫
સૂર્યના કુલ ૧૮૪ મંડલ છે. તેમાંથી બૂદ્વીપમાં ૫ અને લવણ સમુદ્રમાં શેષ ૧૧૯ મંડલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂર્ય આત્યંતર મંડળથી બાહ્ય મંડળ તરફ ગતિ કરે છે. જંબૂદ્વીપના ૫ મંડળમાંથી મેરૂપર્વતની નજીકના પ્રથમ મંડલને સર્વાત્યંતર મંડલ કહે છે. ત્યાંથી સૂર્યના પરિભ્રમણનો પ્રારંભ થાય છે. પરિભ્રમણ કરતો કરતો સૂર્ય ૧૮૪મા મંડલ પર આવે છે અને તે સર્વ બાહ્ય મંડલ કહેવાય છે. - જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડલમાં હોય છે ત્યારે ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે. જ્યારે સૂર્ય આત્યંતર મંડલથી બાહ્ય મંડલ તરફ ગતિ કરે છે ત્યારે દિવસ ઘટે છે અને રાત્રિ વધે છે. સર્વાવ્યંતર મંડલ પરથી સૂર્ય બીજા મંડલ પર આવે અર્થાત્ બીજા મંડલ પર ગતિ કરે ત્યારે ૨/૧ મુહૂર્ત દિવસ ઘટે છે. તેની મિનિટ કાઢવા માટે ૨/૬૧ X ૪૮/૧ = ૯૬/૧, ૧-૩પ૧, લગભગ દોઢ મિનિટની થાય છે. તેટલી રાત્રિ વધે છે અને દિવસ ઘટે છે. તેને શાસ્ત્રીય ભાષામાં અષ્ટાદશ મુહૂર્તાનન્તરનો દિવસ થાય તેમ કહ્યું છે. આ રીતે ક્રમશઃ પ્રત્યેક મંડલે ૨/૬૧ મુહૂર્તનો દિવસ ઘટતાં ઘટતાં જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલે પહોંચી જાય અર્થાત્ ૧૮૪મા મંડલે ગતિ કરે ત્યારે ૨૧ ૪ ૧૮૩ = ૬ મુહૂર્ત દિવસ ઘટે છે. પ્રથમ મંડલથી ૧૮૪મા મંડલની વચ્ચે ૧૮૩ મંડલનું અંતર રહે છે. તેથી ૨/૧ નો ૧૮૩થી ગુણાકાર કર્યો છે. સૂર્ય પ્રથમ મંડલે હોય ત્યારે ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે અને સૂર્ય સર્વબાહ્ય ૧૮૪મા મંડલે આવે ત્યારે ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત્રિ થાય છે.
તે રીતે સૂર્ય બાહ્યમંડલથી આત્યંતર મંડલ તરફ ગતિ કરે, ત્યારે દિવસ ક્રમશઃ વધતો જાય અને રાત્રિ ઘટતી જાય છે. વધઘટનું પરિમાણ પૂર્વવત્ જાણવું. આ રીતે સૂર્યની ગતિ અનુસાર રાત-દિવસના પરિમાણમાં વધઘટ થાય છે.