________________
[ ૧૪]
શ્રી ભગવતી સત્ર-૨
જ્યારે ૧૩ મુહૂર્તાનન્તરનો દિવસ હોય છે ત્યારે સાધિક ૧૭ મુહૂર્તની રાત્રિ હોય છે. १० जया णं जंबुद्दीवे दीवे दाहिणड्डे जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ, तया णं उत्तरड्डे वि दुवालस मुहुत्ते दिवसे भवइ । जया णं उत्तरड्ढे दुवालस मुहुत्ते दिवसे भवइ, तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमपच्चत्थिमे णं उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ ?
हंता गोयमा ! एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય, ત્યારે શું ઉત્તરાદ્ધમાં પણ જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય અને જ્યારે ઉત્તરાદ્ધમાં જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય ત્યારે શું જંબુદ્વીપના મેરુપર્વતથી પૂર્વ અને પશ્ચિમમાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તની રાત્રિ હોય?
ઉત્તર– હા ગૌતમ ! આ જ રીતે કથન કરવું જોઈએ. |११ जया णं भंते ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरित्थमे णं जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ, तया णं पच्चत्थिमे णं वि जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ, जया णं पच्चत्थिमे णं तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणे णं उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ ?
__ हंता गोयमा ! एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતથી પૂર્વમાં જઘન્ય ૧૨ મુહૂર્તનો દિવસ હોય, ત્યારે શું પશ્ચિમમાં પણ એ પ્રમાણે હોય અને જ્યારે પશ્ચિમમાં આ પ્રમાણે ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે શું જંબુદ્વીપના મેરુ પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તની રાત્રિ હોય ?
ઉત્તર- હા, ગૌતમ ! આ જ રીતે હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદ્વીપમાં દિવસ અને રાત્રિની વધઘટનો સિદ્ધાંત સમજાવ્યો છે. દિવસ રાત્રિની કાલગણના અને સૂર્યના માંડલા :- દિવસ અને રાત્રિ બંને મળીને ૩૦ મુહૂર્તની અહોરાત્રિ હોય છે. જ્યારે દિવસ નાનો થાય ત્યારે રાત્રિ મોટી થાય છે અને જ્યારે રાત્રિ મોટી થાય ત્યારે દિવસ ટૂંકો થઈ જાય છે. ૩૦ મુહૂર્તની અહોરાત્રિમાંથી દિવસનો જેટલો ભાગ વધે અથવા ઘટે છે, તેટલો જ ભાગ રાત્રિનો ઘટે અથવા વધે છે.