________________
શતક–૫ : ઉદ્દેશક-૧
૧૩
मुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं पच्चत्थिमे णं अट्ठारस मुहुत्ताणंतरे दिवसे भवइ, जया णं पच्चत्थिमे णं अट्ठारस मुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणे णं साइरेगा दुवालस मुहुत्ता राई भवइ ?
હતા નોયમા ! વ ચેવ ।
एवं एएणं कमेणं ओसारेयव्वं- सत्तरस मुहुत्ते दिवसे तेरस मुहुत्ता राई भवइ; सत्तरस मुहुत्ताणंतरे दिवसे साइरेगा तेरस मुहुत्ता राई, सोलस मुहुत्ते दिवसे चोद्दस मुहुत्ता राई, सोलस मुहुत्ताणंतरे दिवसे साइरेगा चउद्दसमुहुत्ता राई, पण्णरस मुहुत्ते दिवसे पण्णरस मुहुत्ता राई, पण्णरस मुहुत्ताणंतरे दिवसे साइरेगा पण्णरस मुहुत्ता राई, चोद्दस मुहुत्ते दिवसे सोलस मुहुत्ता राई, चोद्दस मुहुत्ताणंतरे दिवसे साइरेगा सोलस मुहुत्ता राई, तेरस मुहुत्ते दिवसे सत्तरस मुहुत्ता राई, तेरस मुहुत्ताणंतरे दिवसे, साइरेगा सत्तरस मुहुत्ता राई ।
-
શબ્દાર્થ:- ઓલારેય∞ = ઘટાડતા જવું, ક્રમિક વધઘટ કરવી અટ્ટારલ્સ મુદ્દુત્તાબંતરે = અઢાર મુહૂર્તથી ન્યૂન.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યારે જંબુદ્વીપના મેરુપર્વતથી પૂર્વમાં ૧૮ મુહૂર્તાનન્તરનો દિવસ હોય, ત્યારે શું પશ્ચિમમાં ૧૮ મુહૂર્તનન્તરનો દિવસ હોય અને જ્યારે પશ્ચિમમાં ૧૮ મુહૂર્તાનન્તરનો દિવસ હોય, ત્યારે શું જંબુદ્રીપના મેરુપર્વતથી ઉત્તર–દક્ષિણમાં સાતિરેક બાર મુહૂર્તની રાત્રિ હોય ?
ઉત્તર– હા ગૌતમ ! એ જ રીતે હોય છે. આ રીતે ઉક્ત ક્રમથી દિવસ અને રાત્રિનું પરિમાણ ક્રમશઃ વધારવું અને ઘટાડવું, જેમ કે–
જ્યારે ૧૭ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ૧૩ મુહૂર્તની રાત્રિ હોય છે.
જ્યારે ૧૭ મુહૂર્તાનન્તરનો દિવસ હોય છે ત્યારે સાધિક ૧૩ મુહૂર્તની રાત્રિ હોય છે.
જ્યારે ૧૬ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ૧૪ મુહૂર્તની રાત્રિ હોય છે.
જ્યારે ૧૬ મુહૂર્તાનન્તરનો દિવસ હોય છે ત્યારે સાધિક ૧૪ મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે ૧૫ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ૧૫ મુહૂર્તની રાત્રિ હોય છે.
જ્યારે ૧૫ મુહૂર્તાનન્તરનો દિવસ હોય છે ત્યારે સાધિક ૧૫ મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે ૧૪ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ૧૬ મુહૂર્તની રાત્રિ હોય છે.
જ્યારે ૧૪ મુહૂર્તાનન્તરનો દિવસ હોય છે ત્યારે સાધિક ૧૬ મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે ૧૩ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ૧૭ મુહૂર્તની રાત્રિ હોય છે.