________________
શ્રી ભગવતી સૂત્ર–૨
ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે શું જંબુદ્રીપના મેરુપર્વતથી પૂર્વ-પશ્ચિમમાં જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે ?
૧૨
ઉત્તર– હા, ગૌતમ ! તે પ્રમાણે હોય છે. જ્યારે જંબુદ્રીપના દક્ષિણ વિભાગમાં મોટામાં મોટો ૧૮ મુહૂર્તનો દિવસ હોય, ત્યારે ઉત્તર વિભાગમાં પણ ૧૮ મુહૂર્તનો દિવસ હોય અને પૂર્વ અને પશ્ચિમમાં નાનામાં નાની બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
७ जया णं भंते ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ तया णं जंबुद्दीवे दीवे पच्चत्थिमेण वि उक्कोसेणं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जया णं पच्चत्थिमे णं उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ तया भंते ! जंबुद्दीवे दीवे उत्तरदाहिणे दुवालसमुहुत्ता जहण्णिया राई भवइ ?
હતા નોયમા ! વ ચેવ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યારે જંબુદ્રીપના મેરુપર્વતથી પૂર્વમાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે શું જંબુદ્રીપથી પશ્ચિમમાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય અને જ્યારે પશ્ચિમમાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે શું જંબુદ્રીપના ઉત્તર અને દક્ષિણમાં જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય ?
ઉત્તર- હા ગૌતમ ! આ જ રીતે હોય છે.
८
| जया णं भंते ! जंबुद्दीवे दीवे दाहिणड्ढे अट्ठारस मुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं उत्तरड्ढे अट्ठारस मुहुत्ताणंतरे दिवसे भवइ, जया णं उत्तरड्डे अट्ठारस मुहुत्ताणंतरे दिवसे भवइ तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमपच्चत्थिमे णं साइरेगा दुवालस मुहुत्ता राई भवइ ?
હતા નોયમા ! વ ચેવ ।
શબ્દાર્થ:- મુહુત્તાંતરે = મુહૂર્તથી કંઈક ન્યૂન સાT = સાતિરેક, કંઈક અધિક.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યારે જંબુદ્રીપના દક્ષિણાર્ધમાં ૧૮ મુહૂર્તથી કંઈક ન્યૂનનો દિવસ હોય ત્યારે શું ઉત્તરાર્ધમાં ૧૮ મુહૂર્તથી કંઈક ન્યૂનનો દિવસ હોય અને જ્યારે ઉત્તરાર્શ્વમાં ૧૮ મૂહૂર્તથી કંઈક ન્યૂનનો દિવસ હોય ત્યારે શું જંબુદ્વીપમાં મેરુપર્વતથી પૂર્વ-પશ્ચિમ દિશામાં કંઈક અધિક ૧૨ મુહૂર્તની રાત્રિ હોય ?
ઉત્તર– હા ગૌતમ ! આ જ રીતે હોય છે.
| जया णं भंते ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं अट्ठारस