________________
શતક-૫ઃ ઉદ્દેશક-૧ .
[ ૧૧]
ઉદય, અસ્ત અને દિવસ રાત્રિનું કારણ - યદ્યપિ સૂર્ય સર્વ દિશાઓમાં ગતિ કરે છે, તથાપિ તેનો પ્રકાશ મર્યાદિત ક્ષેત્રમાં જ ફેલાય છે. જેટલા ક્ષેત્રમાં, જે દેશમાં, જેટલો સમય સૂર્યનો પ્રકાશ રહે, તેટલા ક્ષેત્રમાં, તે દેશમાં, તેટલો સમય દિવસ રહે છે અને શેષ ક્ષેત્રમાં, શેષ દેશમાં, તેટલો સમય રાત્રિ રહે છે. આ રીતે સૂર્ય ગતિશીલ હોવાથી અને સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર મર્યાદિત હોવાથી રાત્રિ-દિવસનો વ્યવહાર નિબંધપણે થાય છે. સૂર્યના સીમિત પ્રકાશનું કારણ :– સૂર્યવિમાન પૃથ્વીકાયમય રત્નોનું છે. તે રત્ન સમૂહની પ્રકાશ શક્તિ સીમિત હોય છે. જેમ દીપક, બલ્બ, ટયુબલાઈટ અને મણી વગેરેમાં પ્રકાશ ફેલાવવાની એક ક્ષેત્ર સીમા હોય છે તેમ સૂર્યવિમાનના રત્નસમૂહની પણ પ્રકાશ ક્ષમતા સીમિત છે. તેનું વિસ્તૃત વર્ણન જેબૂદ્વીપપ્રજ્ઞપ્તિ વગેરે સૂત્રોમાં છે. એક જ સમયે બે દિશાઓમાં દિવસ કેમ? - જંબૂદ્વીપમાં બે સૂર્ય છે. તેથી એક જ સમયે બે દિશામાં દિવસ અને બે દિશામાં રાત્રિ હોય છે. જ્યારે એક સૂર્ય ઉત્તરમાં દિવસ કરે ત્યારે બીજો સૂર્ય દક્ષિણમાં દિવસ કરે અને શેષ બે દિશા પૂર્વ અને પશ્ચિમમાં સૂર્ય પ્રકાશના અભાવે રાત્રિ થાય છે. જ્યારે એક સૂર્ય પૂર્વમાં દિવસ કરે ત્યારે બીજો સૂર્ય પશ્ચિમમાં દિવસ કરે છે અને શેષ બે દિશા ઉત્તર અને દક્ષિણમાં સૂર્ય પ્રકાશના અભાવે રાત્રિ થાય છે. આ રીતે બે સૂર્યની ગતિશીલતા અને પ્રકાશની સીમિતતાના કારણે દિવસ રાત્રિની અપેક્ષાએ જંબુદ્વીપના ચાર વિભાગ થાય છે અને તેમાંથી બે વિભાગમાં દિવસ અને બે વિભાગમાં રાત્રિ થાય છે. ૩ત્તર રાશિ - સામાન્ય રીતે આ શબ્દ અર્ધ અર્થમાં પ્રયુક્ત થાય છે. પરંતુ પ્રસ્તુતમાં તે વિભાગ અર્થમાં પ્રયુક્ત થયો છે. જંબૂદ્વીપના ચાર વિભાગ વિવક્ષિત છે– (૧) પૂર્વી વિભાગ (૨) પશ્ચિમી વિભાગ (૩) ઉત્તરી વિભાગ (૪) દક્ષિણી વિભાગ. તેમાં ઉત્તર દક્ષિણના વિભાગ માટે ક્રમશઃ ઉત્તર અને વાહિ શબ્દ પ્રયોગ થયો છે. દિવસ અને રાત્રિનું કાલમાન :| ६ जया णं भंते ! जंबुद्दीवे दीवे दाहिणड्डे उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, तया णं उत्तरड्डे वि उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जया णं उत्तरड्डे उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमपच्चत्थिमे णं जहणिया दुवालसमुहुत्ता राई भवइ ?
हंता गोयमा ! जया णं जंबुद्दीवे दीवे दाहिणड्डे उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ जाव दुवालस मुहुत्ता राई भवइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જ્યારે જંબૂઢીપ નામક દ્વીપના દક્ષિણ વિભાગમાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તર વિભાગમાં પણ ઉત્કૃષ્ટ ૧૮મૂહૂર્તનો દિવસ હોય છે અને જ્યારે ઉત્તર વિભાગમાં