________________
શ્રી ભગવતી સૂત્ર–૨
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યારે જંબુદ્રીપના મેરુપર્વતથી પૂર્વમાં દિવસ હોય છે, ત્યારે શું પશ્ચિમમાં પણ દિવસ હોય છે ? અને જ્યારે પશ્ચિમમાં દિવસ હોય છે, ત્યારે શું જંબૂદીપના મેરુપર્વતની ઉત્તરદક્ષિણમાં રાત્રિ હોય છે ?
૧૦
ઉત્તર- હા, ગૌતમ ! તે પ્રમાણે હોય છે. જ્યારે જંબુદ્રીપના મેરુપર્વતની પૂર્વમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે અને તે સમયે ઉત્તર, દક્ષિણમાં રાત્રિ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબુઢીપના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિભાગ રૂપ પૂર્વ વિદેશ, પશ્ચિમ વિદેહ, બૈરવત ક્ષેત્ર અને ભરત ક્ષેત્રમાં થતાં દિવસ-રાતનું નિરૂપણ છે.
સૂર્યના ઉદય—અસ્તનો વ્યવહાર ઃ– સૂર્યના ઉદય-અસ્તનું નિરૂપણ વ્યવહાર અપેક્ષાએ એટલે દર્શકોની દૃષ્ટિએ કરવામાં આવે છે. સૂર્ય હંમેશાં ભૂમંડલ પર વિદ્યમાન હોય છે. તે સદા ઉદીયમાન છે પરંતુ સૂર્યની ગતિના કારણે જ્યારે જે ક્ષેત્રના મનુષ્યોની દષ્ટિથી તે દૂર થઈ જાય અને ન દેખાય ત્યારે તે ક્ષેત્રના લોકો 'સૂર્ય અસ્ત થઈ ગયો છે' એ પ્રકારનો વ્યવહાર કરે છે તેમજ સૂર્ય જે ક્ષેત્રના મનુષ્યની દષ્ટિનો વિષય બને છે તે ક્ષેત્રના લોકો "સૂર્યોદય થયો” એ પ્રકારનો વ્યવહાર કરે છે. આ રીતે મનુષ્યોની(દૃષ્ટિની) અપેક્ષાએ સૂર્યના ઉદય અને અસ્તનો વ્યવહાર થાય છે. સૂર્યના ઉદયથી રાત્રિનો અંત અને દિવસનો પ્રારંભ થાય છે તથા સૂર્યના અસ્તથી દિવસનો અંત અને રાત્રિનો પ્રારંભ થાય છે. સૂર્ય સમભૂમિથી ૮૦૦ યોજન ઉપર રહીને સદા આકાશમાં જ પરિભ્રમણ કરે છે.
સૂર્યના ઉદય-અસ્તથી થતી દિવસ–રાત્રિ દિનાન મુર્ત–૧૮ |
રાત્રિમાન-મુહૂર્ત-ર
લવા સમુદ્ર
જંબૂઢીપ
તા.
મેરુ
સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર
છે. રાત્રિનું અધકાર ક્ષેત્ર