________________
શ્રી ભગવતી સૂત્ર-૨
'નિગ્રંથ છે. (૯) રાઈ – નવમા ઉદ્દેશકના પ્રારંભમાં રાજગૃહના સ્વરૂપ વિષયક પ્રશ્નોત્તર હોવાથી તેનું નામ 'રાજગૃહ' છે. (૧૦) વવવંતિમ – દશમા ઉદ્દેશકમાં ચંપાનગરીમાં પુછાયેલા ચંદ્ર વિષયક પ્રશ્નોનું સમાધાન હોવાથી તેનું નામ 'ચંપાચંદ્રિમ’ છે. ચંપાનગરી :| २ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था वण्णओ। तीसे णं चंपाए णयरीए पुण्णभद्दे णामंचेइए होत्था, वण्णओ। सामी समोसढे जावपरिसा पडिगया। ભાવાર્થ:- તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર નામનું વ્યંતરાયતન હતું. નગરી અને વ્યંતરાયતનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણી લેવું જોઈએ. એકદા ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ ભગવાનને વંદન કરવા અને ધર્મોપદેશ સાંભળવા ગઈ. ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી ગઈ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપોદ્ઘાતરૂપે ચંપાનગરીના પૂર્ણભદ્ર નામક વ્યંતરાયતનમાં ભગવાન મહાવીરનું પદાર્પણ, સમવસરણ, દર્શન-વંદનને માટે પરિષદનું આગમન તથા ધર્મોપદેશ શ્રવણ અને ત્યાર પછી પરિષદનું પુનર્ગમન આદિનું સંક્ષિપ્ત દિગ્દર્શન કરાવ્યું છે. જેથી પાઠક તે સ્પષ્ટતયા સમજી શકે કે પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત વિષયોનું નિરૂપણ ચંપાનગરીમાં થયું હતું.
ચંપાનગરીનો ઐતિહાસિક પરિચય - ઔપપાતિક સૂત્રમાં ચંપાનગરીનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. તદનુસાર 'ચંપા સમૃદ્ધ નગરી હતી. કથાનકોના માધ્યમે તેની અનેક ઐતિહાસિક વિશેષતાઓ પ્રગટ થાય છે.
(૧) શ્રેણિક રાજાના આકસ્મિક મૃત્યુ પછી તે શોકના કારણે તેના પુત્ર સમ્રાટ કોણિક પોતાની રાજધાની રાજગૃહી નગરીમાં રહી શકતા ન હતા. તેથી તેણે વાસ્તુ–શાસ્ત્રીઓ સાથે વિચાર વિનિમય કરીને એક વિશાલ ચંપાવક્ષવાળા સ્થાનને પસંદ કરીને પોતાની રાજધાની માટે ચંપાનગરી વસાવી હતી.નિરયાવલિકા સૂત્રાનુસાર શ્રેણિકના રાજ્યમાં તે નામની નગરી હતી. તેને જ કોણિકે પોતાની રાજધાની તરીકે સ્વીકારી
હતી.
(૨) આ ચંપાનગરીમાં દધિવાહન રાજાની પુત્રી ચંદનબાળાનો જન્મ થયો હતો. (૩) પાંડવકુલભૂષણ પ્રસિદ્ધ દાનવીર કર્ણે આ નગરીને અંગદેશની રાજધાની બનાવી હતી.