________________
શતક-૫ઃ ઉદ્દેશક-૧
(૪) દશવૈકાલિક સૂત્રના રચયિતા આચાર્ય શäભવસૂરિએ રાજગૃહમાંથી આવેલા પોતાના લઘુવયસ્ક પુત્ર મનકને આ નગરીમાં દીક્ષા આપી હતી અને અહીં જ દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી.
(૫) બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનો જન્મ દીક્ષા વગેરે આ જ નગરીમાં થયા હતા.
(૬) આ નગરીના બંધ થયેલા દરવાજાને સતી સુભદ્રાએ પોતાના શીલના ચમત્કારથી ખોલ્યા હતા; પોતાનું કલંક નિવારવા માટે, કાચા સૂતરના તાંતણે ચાલણી બાંધીને, કૂવામાંથી પાણી કાઢી, તે પાણી છાંટી ત્રણ દરવાજા ખોલ્યા હતા. (૭) વર્તમાનમાં ચંપાનગરી ચંપારણના ભાગલપુરની નજીક એક જિલ્લારૂપે છે. (૮) મહાત્મા ગાંધીજીએ ચંપારણમાં પ્રથમ સત્યાગ્રહ કર્યો હતો. સૂર્યની ભ્રમણ વિધિ :| ३ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णाम अणगारे गोयमगोत्तेणं जाव एवं वयासी___ जंबुद्दीवेणं भंते ! दीवे सूरिया उदीणपाईणमुग्गच्छ पाईणदाहिणमागच्छति, पाईणदाहिणमुग्गच्छ दाहिणपडीणमागच्छति, दाहिणपडीणमुग्गच्छ पडीणउदीणमागच्छंति, पडीणउदीणमुग्गच्छ उदीणपाईणमागच्छंति ?
हंता गोयमा ! जंबुद्दीवे णं दीवे सूरिया उदीणपाईणमुग्गच्छ जाव उदीणपाईणमागच्छंति । શબ્દાર્થ -૩ ઋ = આવીને, પ્રગટ થઈને, ઉદય પામીને માચ્છતિ = આવે છે, અસ્ત થાય છે. ભાવાર્થ- તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ અંતેવાસી શિષ્ય ગૌતમ ગોત્રીય આદિ વિશેષણથી વિશેષિત ઈન્દ્રભૂતિ અણગારે આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! શું જંબૂઢીપ નામના દ્વીપમાં સૂર્ય ઉત્તરપૂર્વ(ઈશાનકોણ)માં ઉદય પામીને પૂર્વદક્ષિણ(અગ્નિકોણ)માં આવે છે, અસ્ત થાય છે; અગ્નિકોણમાં ઉદય પામીને દક્ષિણ પશ્ચિમ (નૈઋત્યકોણ)માં અસ્ત થાય છે; નૈઋત્યકોણમાં ઉદય પામીને પશ્ચિમોત્તર(વાયવ્યકોણ)માં અસ્ત થાય છે; વાયવ્યકોણમાં ઉદય પામીને ઈશાનકોણમાં અસ્ત થાય છે?
ઉત્તર- હા, ગૌતમ! જંબૂદ્વીપમાં સૂર્ય ઉત્તરપૂર્વ(ઈશાનકોણ)માં ઉદિત થઈને અગ્નિકોણ (પૂર્વદક્ષિણ)માં અસ્ત થાય છે યાવત વાયવ્યકોણમાં ઉદય પામીને ઈશાનકોણમાં અસ્ત થાય છે વગેરે પૃચ્છાનુ