________________
શ્રી ભગવતી સત્ર-૨
સ્વભાવના યોગે ઉત્તર-દક્ષિણ વિભાગમાં જ ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળનું પરિવર્તન થાય છે અને પૂર્વ-પશ્ચિમ વિભાગમાં સદા અવસ્થિત કાલ રહે છે અર્થાત્ ત્યાં ઉત્સર્પિણી અવસર્પિણી કાલ હોતા
નથી.
* લવણ સમુદ્રમાં ચાર સૂર્ય અને ચાર ચંદ્ર છે. ત્યાં પણ સૂર્યની ગતિ, રાત દિવસ, તેનું કાલમાન આદિ જંબૂદ્વીપ પ્રમાણે જાણવું.
* ધાતકી ખંડમાં બાર સૂર્ય અને બાર ચંદ્ર છે. કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય અને ૪૨ ચંદ્ર છે. પુષ્કરાદ્ધ દ્વિીપમાં ૭ર સુર્ય અને ૭૨ ચંદ્ર છે. તે પ્રત્યેક ક્ષેત્રમાં સૂર્યની ગતિ આદિ ભાવો જંબુદ્વીપ પ્રમાણે જાણવા જોઈએ.
આ રીતે આ ઉદ્દેશકમાં સૂર્યની ગતિનું અને તેના પરિમાણનું વિસ્તૃત વર્ણન છે.