________________
શતક-પ: ઉદેશક-૧
શતક-પ : ઉદ્દેશક-૧
~ સંક્ષિપ્ત સાર
આ ઉદેશકમાં સૂર્યની ચારે ય દિશામાં થતી નિરંતર ગતિ; તેના કારણે ભિન્ન-ભિન્ન દિશામાં થતાં સુર્યોદય અને સૂર્યાસ્ત; ભિન્ન-ભિન્ન ક્ષેત્રમાં થતાં દિવસ અને રાત્રિનું કાલમાન તેમજ કાલના વિવિધ એકમોનું નિરૂપણ છે. * સૂર્યનું અસ્તિત્વ ત્રિકાલ શાશ્વત છે. તે સદાય ઉદીયમાન જ છે. તેમ છતાં તેની ગતિના આધારે અને તેના પ્રકાશની સીમાના કારણે જે જે ક્ષેત્રોમાંથી તે પસાર થાય તે તે ક્ષેત્રમાં સુર્યોદય અને દિવસનું વ્યપદેશ કરાય છે, તેમજ જે ક્ષેત્રમાંથી સૂર્ય દૂર થઈ જાય તે તે ક્ષેત્રમાં સૂર્યાસ્ત અને રાતનો વ્યપદેશ કરાય
* જંબૂદ્વીપમાં બે સૂર્ય છે. બંને સૂર્ય એક જ મંડલ પર સામ સામા રહેતાં મેરુપર્વતની પ્રદક્ષિણા કરે છે. તેથી એક સાથે સામસામા પૂર્વ–પશ્ચિમ કે ઉત્તર દક્ષિણ બે ક્ષેત્રમાં દિવસ અને બે ક્ષેત્રમાં રાત્રિ થાય છે. * સૂર્ય ઈશાન કોણમાં ઉદિત થઈ અગ્નિકોણમાં અસ્ત થાય છે, તે જ રીતે ક્રમશઃ ચારે કોણમાં ઉદિત થઈ ત્યારપછીના કોણમાં અસ્ત થાય છે. આ ઉદય, અસ્તના આધારે જ જ્યારે પૂર્વ-પશ્ચિમ વિભાગમાં (પૂર્વ મહાવિદેહ-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં) દિવસ હોય ત્યારે ઉત્તર-દક્ષિણ વિભાગમાં (ઐરાવત–ભરત ક્ષેત્રમાં) રાત હોય છે અને જ્યારે પૂર્વ-પશ્ચિમ વિભાગમાં રાત હોય ત્યારે ઉત્તર-દક્ષિણ વિભાગમાં દિવસ થાય છે.
* સૂર્યને ગતિ કરવાના ૧૮૪ મંડલ(મંડલાકાર નિશ્ચિત માર્ગ) છે. તેમાં ૫ મંડલ જંબૂદ્વીપમાં અને ૧૧૯ મંડલ લવણ સમુદ્રમાં છે. સૂર્ય નિરંતર ગતિ કરતાં ક્રમશઃ આત્યંતર મંડલથી બાહ્ય મંડલ તરફ અને બાહ્ય મંડલથી આત્યંતર મંડલ તરફ ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડલ પર હોય ત્યારે મોટામાં મોટો ૧૮ મુહૂર્તનો દિવસ અને નાનામાં નાની ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે. રાત્રિ દિવસ બંને મળીને હંમેશાં ૩૦ મુહૂર્ત જ થાય છે. સર્વાત્યંતર મંડલથી ક્રમશઃ બાહ્યમંડલ તરફ તેની ગતિ થતાં પ્રતિદિન લગભગ દોઢ મિનિટ જેટલો દિવસ ઘટે અને રાત્રિ વધે છે. આ રીતે ગતિ કરતાં કરતાં સૂર્ય જ્યારે સર્વ બાહ્યમંડલ પર આવે ત્યારે દિવસ ઘટતાં ઘટતાં ૧૨ મુહૂર્તનો અને રાત્રિ વધતાં વધતાં ૧૮ મુહૂર્તની થઈ જાય છે. આ દિવસ રાત્રિનું કાલમાન ચારે ય વિભાગમાં એક સરખું રહે છે અને પ્રત્યેક વિભાગમાં આ રીતે વધઘટ થાય છે. * સૂર્યની ગતિના આધારે બે પ્રતિપક્ષી દિશામાં ક્રમશઃ સૂર્યોદય થાય છે. તેથી વર્ષાઋતુ, અયન આદિ પલ્યોપમ, સાગરોપમ સુધીના કાલના પ્રત્યેક એકમો નિષ્પન્ન થાય છે પરંતુ તથા પ્રકારના ક્ષેત્ર