________________
પરિશિષ્ટ-૧
૪૨૯ ]
વંદન કરી અને બોલી, "હે તપસ્વીરાજ ! આપના દર્શનથી હું ધન્ય બની છું. આપ જેવા સાધુ સંતોની સેવા અને ધર્મારાધના તે જ મારા જીવનનું લક્ષ્ય છે. ઘણા પથિકો પાસેથી આપની મહત્તા સાંભળીને આજે આપના દર્શન માટે આવી છું. મારો મનોરથ સફળ થયો છે. હવે થોડા દિવસ અહીં રહીને આપની પર્યાપાસના કરીને સુપાત્રદાનનો લાભ લેવાની મારી ઈચ્છા છે. આપ કૃપા કરો અને મારી ભાવના પૂર્ણ કરો, મારી પાસે નિર્દોષ મોદક છે. મને લાભ આપો."
શ્રાવિકાની ભક્તિથી મુનિનું હૃદય દ્રવિત થયું. મોદક ગ્રહણ કર્યા અને પારણુ કર્યું. તે માયાવી શ્રાવિકાએ મોદકમાં ઔષધ મિશ્રિત કર્યું હતું. તેથી તેના આહારથી મુનિને અતિસારદિત થવા લાગ્યા. અતિસારની અધિક્તાથી મુનિ અત્યંત અશક્ત થઈ ગયા. તેને માટે હલનચલન કરવું પણ કઠિન થઈ ગયું. ત્યારે શ્રાવિકા પશ્ચાત્તાપ કરતાં બોલી, "તપસ્વીરાજ ! મારા આહારથી આપની સ્થિતિ આપત્તિગ્રસ્ત બની ગઈ છે. હવે હું આપને આ સ્થિતિમાં છોડીને જઈ શકીશ નહીં. આપની સેવા કરીને આપને સ્વસ્થ કરીને પછી હું જઈશ."
| મુનિને સેવાની આવશ્યકતા હતી જ તેથી તે સમ્મત થઈ ગયા. વેશ્યા મુનિની સેવા કરવા લાગી. ક્રમશઃ અંગસ્પર્શ, રસવંતા ભોજન, મધુર આલાપ સંતાપ, રાગવર્ધક વ્યવહારથી મુનિનું ચિત્ત ચલાયમાન થઈ ગયું. ધીરે ધીરે વેશ્યા અને મુનિ દંપતી સંબંધે રહેવા લાગ્યા. વેશ્યાનું કામ સફળ થયું. પછી વેશ્યા મુનિને લઈને ચંપાનગરીમાં આવી અને કોણિકને કહ્યું– "રાજન્ ! આ કૂળવાળુક મુનિને હું પતિ કરીને લાવી છું. હવે આપની શું આજ્ઞા છે ?" રાજાએ કહ્યું- કૂળવાળુક ! વૈશાલી નાશ માટે ગમે તેમ કરીને પ્રત્યન કરો.
કૂળવાળુક વૈશાલીમાં ગયા. ફરતાં ફરતાં નગરીનું અવલોકન કર્યું. વૈશાલી નાશ ન થવામાં કર્યું કારણ છે? તેને શોધી કાઢયું. કૂળવાળુકે પોતાના અનુભવ જ્ઞાનથી જાણ્યું કે જ્યાં સુધી નગરીમાં મુનિસુવ્રત સ્વામીનો સ્તૂપ છે, ત્યાં સુધી આ નગરીનો નાશ શક્ય નથી. આ સ્તૂપ કોઈ ઉત્તમ નક્ષત્રમાં સ્થાપિત થયો હોવાથી તેના દ્વારા નગરીની રક્ષા થઈ રહી છે. હવે આ સૂપનો નાશ કરવો.
કૂળવાળુકને નગરીમાં ફરતા જોઈને નગરજનોએ પોતાની વ્યથા મુનિ સમક્ષ પ્રગટ કરી. "હે ભગવન્! શત્રુઓથી ઘેરાયેલા અમે બહુ દુઃખી છીએ, ક્યાં સુધી અમારી આ સ્થિતિ રહેવાની છે? આપ તપસ્વી છો, જ્ઞાની છો, કૃપા કરીને આ સ્થિતિ માટે કોઈ ઉપાય બતાવો."
કૂળવાળુકે કપટપૂર્વક આ તકને ઝડપી લીધી. નગરજનોને કહ્યું, "આપની પરિસ્થિતિ જોઈને મને પણ દુઃખ થાય છે. તેનો ઉપાય પણ મેં જાણી લીધો છે. તમારી નગરીમાં રહેલા આ સ્તુપની સ્થાપના કોઈ આપત્તિજનક યોગમાં થઈ છે. તે સ્તૂપ રહેશે ત્યાં સુધી આ રાજ્ય પર સંકટ રહેવાનું છે. જો સ્તૂપ તૂટી જાય તો સંકટ દૂર થાય."
ધૂર્ત મુનિની વાત પર નગરજનોને વિશ્વાસ આવી ગયો. "વિનાશકાળે વિપરીત બુદ્ધિ" તે ન્યાયે બધા ભેગા મળીને સૂપને તોડવા લાગ્યા.
કૂળવાળુકના પૂર્વે કરેલા સંકેતાનુસાર કોણિકનું સૈન્ય પાછળ હઠવા લાગ્યું; તેથી લોકોને મૂળ