________________
૪૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર
જીવન જીવવું, અન્યથા જીવવું નથી. આ રીતે બંને કુમારોના વૈરાગ્યભાવને, સંયમ સ્વીકારવાના ભાવને કોઈ શાસન રસિક દેવીએ પોતાના અવધિજ્ઞાનથી જાણી લીધા. તે દેવીએ ભક્તિભાવે બંને કુમારોને પ્રભુના સમવસરણમાં પહોંચાડી દીધા. બંને કુમારોએ પરમાત્માના શ્રીમુખે સંયમનો સ્વીકાર કર્યો. તપ સંયમની આરાધના કરી આયુષ્ય પૂર્ણ કરી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવાયુ પૂર્ણ કરીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરી બંને કુમારો મોક્ષગતિને પ્રાપ્ત કરશે. વૈશાલી નાશ :- રાજા કોણિક, પ્રયત્ન કરવા છતાં વૈશાલીનો કોટ તોડી શક્યા નહીં; તેથી વૈશાલીને મેળવી શક્યા નહીં. તેમ છતાં તેમણે પ્રતિજ્ઞા કરી કે "જો હું આ નગરીને ગઘેડા જોડેલા હળ વડે ન ખોદું તો મારે “ગુપાત કે અગ્નિ પ્રવેશ કરીને મરવું." આવી વિકટ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કોણિક મથી રહ્યો હતો.
યોગાનુયોગ તે સમયે કુળવાળુક મુનિ ઉપર રુષ્ટમાન થયેલી દેવીએ આકાશમાં રહીને કહ્યું – "હે કોણિક! જો માગધિકા વેશ્યા કૂળવાળુક મુનિને મોહિત કરીને વશ કરે તો તું નગરીને ગ્રહણ કરી શકીશ." આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ ગઈ. આ વચન સાંભળી રાજાએ મંત્રીને પૂછ્યું– માગધિકા વેશ્યા અને કુળવાળુક મુનિ કયાં મળી શકે? તે સાંભળી મંત્રીએ કહ્યું– રાજનું ! 'વેશ્યા આપના નગરમાં જ છે અને મુનિની જાણકારી મેળવી લેશું. ત્યારપછી કોણિક અર્ધ સૈન્યને વૈશાલીના નિરોધ માટે મૂકીને અર્ધ સૈન્ય સાથે ચંપાનગરીમાં આવ્યો. વેશ્યાને બોલાવીને કહ્યું- હે ભદ્ર ! તું અનેક પુરુષોને વશ કરે છે. તારી સર્વ પ્રકારની કળાનો પ્રયોગ કરીને કુળવાળુક મુનિને તારા પતિપણે કરીને લાવ." વેશ્યાએ રાજાના વચનનો સ્વીકાર કર્યો. રાજાએ વસ્ત્રાલંકાર વડે તેનો સત્કાર કરીને વિદાય આપી.
મુનિને ઠગવા માટે વેશ્યાએ દઢ શ્રાવિકાનું રૂપ ધારણ કર્યું. ત્યાં બિરાજીત એક આચાર્યને કુળવાળુક મુનિના સમાચાર પૂછ્યા. આચાર્યે તેને શ્રાવિકા જાણીને સત્ય હકીકત પ્રગટ કરી.
કળવાળક મનિ એક આચાર સંપન્ન આચાર્યના અવિનીત શિષ્ય હતા. તેણે ગરુની હિતશિક્ષાને સ્વીકારી નહીં અને ગુરુના પ્રત્યેનીક બની ગયા. એકદા ઉજ્જયંતગિરિ ઉપરથી ગુરુ શિષ્ય નીચે ઉતરતા હતા. ત્યારે તેણે દુષ્ટ બુદ્ધિથી ગુરુને મારી નાખવા એક મોટો પાષાણ ગબડાવ્યો. પાષાણના અવાજથી ગુરુદેવ શિષ્યના કાવતરાને જાણી ગયા. તત્કાલ ગુરુએ પોતાના બંને પગ પહોળા કર્યા એટલે તે પાષાણ તેની વચ્ચેથી નીકળી ગયો. પરંતુ શિષ્યના દુષ્કૃત્યથી ક્રોધિત થઈને તેઓએ શાપ આપ્યો કે હે પાપી ! જા, તું કોઈ સ્ત્રીના સંયોગે વ્રતભંગને પામીશ. ક્ષુલ્લક શિષ્ય કહ્યું, "ગુરુદેવ! આપના શાપને હું વથા કરીશ.
જ્યાં સ્ત્રી સંયોગ ન થાય તેવા અરણ્યમાં જ રહીશ." આ પ્રમાણે કહીને તે ગુરુને છોડીને જંગલમાં ચાલ્યો ગયો. તે નદીના કિનારે કાયોત્સર્ગ કરીને રહેતો, માસ-અર્ધમાસે જ્યારે કોઈ પથિક ત્યાંથી નીકળે ત્યારે કાયોત્સર્ગ પૂર્ણ કરીને પારણુ કરતો. આ રીતે મહિનાઓ વ્યતીત થયા. વર્ષાઋતુ આવી. નદીમાં પૂર આવ્યું. મુનિની રક્ષા થવી કઠિન બની ગઈ. ત્યારે અરિહંત ભક્ત દેવીએ ભક્તિથી તે પૂરને બીજી દિશામાં વાળી દીધું. તપસ્વીઓની રક્ષા સર્વત્ર થાય જ છે. ત્યારથી તે મુનિનું નામ કૂળવાળુક પ્રસિદ્ધ થયું છે. અત્યારે તે મહાતપસ્વી મુનિ તે નદીના નજીકના પ્રદેશમાં જ રહેલા છે.
મુનિના સમાચાર મળતાં જ વેશ્યા હર્ષિત થઈ. તરત જ તે સ્થાનમાં આવી. માયાપુર્વક મુનિને