________________
શતક-૭: ઉદ્દેશક-૧૦.
૪૨૫ |
ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! શું અચિત્ત પુદ્ગલ પણ અવભાસિત-પ્રકાશયુક્ત હોય છે, તે વસ્તુઓને ઉદ્યોતિત કરે છે, તાપ આપે છે(સ્વયં તપે છે) અને દાહકરૂપ હોવાથી પોતે ચળકે છે?
ઉત્તર- હા, કાલોદાયી ! અચિત્ત પુલ પણ પ્રશ્નોક્ત સર્વ ક્રિયા કરે છે. १६ कयरे णं भंते ! अचित्ता वि पोग्गला ओभासंति जाव पभासेंति?
कालोदाई ! कुद्धस्स अणगारस्स तेयलेस्सा णिसट्ठा समाणी दूरं गया, दूर णिपतति, देसं गया देसं णिपतति, जहिं जहिं णं सा णिपतति, तहिं तहिं णं ते अचित्ता वि पोग्गला ओभासंति जाव पभासेंति । एएणं कालोदाई ! ते अचित्ता वि पोग्गला ओभासंति जाव पभासंति । શબ્દાર્થ – ઓમાનંતિ = પ્રકાશિત થાય છે ૩નોર્વતિ = વસ્તુને પ્રકાશિત કરે છે તવંતિ = વસ્તુને તપાવે છે પમાતિ = વસ્તુને પ્રભાસિત કરે છે f = કાઢીને fણપતતિ = પડે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્યા પુલ અચિત્ત હોવા છતાં પણ પ્રકાશ, તાપ, ચળકાટ આદિથી યુક્ત હોય છે?
ઉત્તર- હે કાલોદાયી ! કુપિત અણગારની તેજલેશ્યા નીકળીને દૂર જાય છે, દૂર જઈને પડે છે. તેને જે સ્થાને પહોંચાડવી હોય તે સ્થાનમાં જઈને પડે છે, જ્યાં જ્યાં તે પડે છે, ત્યાં ત્યાં તે અચિત્ત પુદ્ગલ પણ અવભાસિત થાય છે યાવતુ પ્રભાષિત થાય છે. તેથી હે કાલોદાયી ! અચિત્ત પુદ્ગલ પણ પ્રકાશયુક્ત, તાપયુક્ત, દાહક અને ચળકાટ આદિથી યુક્ત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રકાશમાન પુદ્ગલોની પ્રરૂપણા કરી છે. જેમ અગ્નિ જીવોના શરીરરૂપ સચિત્ત પુદ્ગલ પ્રકાશ, તાપ, ઉદ્યોત આદિ કરે છે, તેમ શું અચિત્ત પુદ્ગલ પણ પ્રકાશમાન આદિ હોઈ શકે? કાલોદાયી અણગારનો આ પ્રકારનો પ્રશ્ન છે. પ્રભુએ તેનો ઉત્તર દષ્ટાંત સહિત આપ્યો છે.
તેજોલબ્ધિવાન સાધુ દ્વારા છોડાયેલી તેજોવેશ્યાના પુદ્ગલ અચિત્ત હોવા છતાં તે દાહમય, તેજોમય, તાપમય અને ઉદ્યોતમય હોય છે.
કાલોદાયી અણગારની અંતિમ આરાધના :|१७ तए णं से कालोदाई अणगारे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता बहूहिं चउत्थछट्ठट्ठम जाव अप्पाणं भावेमाणे जहा पढमसए कालास- वेसियपुत्ते जाव सव्वदुक्खप्पहीणं । ॥ सेवं भंते ! सेवं भंते ॥