________________
[ ૪૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
ભાવાર્થ:- તત્પશ્ચાત્ તે કાલોદાયી અણગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને બહુ ઉપવાસ છઠ, અટ્ટમ વગેરે તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતાં વિચરણ કરવા લાગ્યા. શતક–૧૯માં વર્ણિત કાલાસ્યવેષી પુત્ર અણગારની જેમ યાવત્ તેઓ સર્વ દુઃખોનો અંત કરનાર થયા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
શતક–૧૯માં કથિત પાર્થપરંપરાના કાલાચવેષીપુત્ર અણગારની જેમ કાલોદાયી અણગાર પણ અનેક વર્ષોની દીક્ષા પર્યાયનું પાલન કરી, અંતિમ સંલેખના, સાધના આદિ દ્વારા સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા.
છે શતક છ/૧૦ સંપૂર્ણ છે
શતક-૭ સંપૂર્ણ
ભગવતી સૂત્ર ભાગ-ર સંપૂર્ણ