________________
શ્રી ભગવતી સૂત્ર–૨
જે
ઉત્તર– હે કાલોદાયી ! તે બે પુરુષોમાંથી જે પુરુષ અગ્નિકાયને પ્રજ્વલિત કરે છે, તે બહુતર પૃથ્વીકાયિક જીવોનો સમારંભ(વધ) કરે છે, બહુતર અાયિક જીવોનો સમારંભ કરે છે, અલ્પતર તેજસ્— કાય જીવોનો સમારંભ કરે છે, બહુતર વાયુકાયિકજીવોનો સમારંભ કરે છે, બહુતર વનસ્પતિકાયિક જીવોનો સમારંભ કરે છે, બહુતર ત્રસકાયિક જીવોનો સમારંભ કરે છે.
૪૨૪
જે પુરુષ અગ્નિને બુઝાવે છે, તે અલ્પતર પૃથ્વીકાયિક જીવોનો સમારંભ કરે છે, અલ્પતર અાયિક જીવોનો સમારંભ કરે છે, બહુતર અગ્નિકાયિક જીવોનો સમારંભ કરે છે, અલ્પતર વાયુકાયિક જીવોનો સમારંભ કરે છે, અલ્પતર વનસ્પતિકાયિક જીવોનો સમારંભ કરે છે અને અલ્પતર ત્રસકાયિક જીવોનો સમારંભ કરે છે.
તેથી હે કાલોદાયી ! જે પુરુષ અગ્નિકાયને પ્રજ્વલિત કરે છે તે પુરુષ મહાકદિવાળો અને જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલ્પકર્મવાળો આદિ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અગ્નિ પ્રજ્વલિત કરવી અને બુઝાવવી તે બંને ક્રિયામાંથી કઈ ક્રિયા વિશેષ કર્મબંધનું કારણ બને છે, તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
અગ્નિને પ્રજ્વલિત કરવાથી અનેક અગ્નિકાયિક જીવોની ઉત્પત્તિ થાય છે, તેમાંથી સર્વ જીવોનો વિનાશ ત્યારે જ થતો નથી, અલ્પ અગ્નિકાયના જીવોનો જ વિનાશ થાય છે. તેવું કેવળજ્ઞાનીઓનું કથન છે. તે જીવ અગ્નિકાયને પ્રજ્વલિત કરવા માટે અનેક પૃથ્વી, પાણી, વાયુ વનસ્પતિ અને ત્રસજીવોનો વિનાશ કરે છે અને પ્રજ્વલિત અગ્નિ પણ નિરંતર પૃથ્વી આદિ અનેક જીવોનો વિનાશ કરે છે. આ રીતે અગ્નિને પ્રજ્વલિત કરનાર વ્યક્તિ અલ્પ અગ્નિકાયના જીવોનો અને શેષ પાંચ કાયના બહુ જીવોનો વિનાશ કરે છે. તેની મહાહિંસા જ તેને મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાનું કારણ બને છે.
જ્યારે અગ્નિને બુઝાવવાથી અગ્નિકાયના સર્વ જીવોનો વિનાશ થાય, પરંતુ શેષ પાંચ કાયના અલ્પ જીવોનો જ વિનાશ થાય છે અને બુઝાયેલી અગ્નિમાં પૃથ્વી આદિના આરંભની પરંપરા પણ અટકી જાય છે.
સમગ્ર રીતે જોતાં અગ્નિ પ્રજ્વલિત કરવાની અપેક્ષાએ બુઝાવવાની ક્રિયા અલ્પહિંસક છે, તેથી અગ્નિ બુઝાવનાર જીવ પ્રજ્વલિત કરનારની અપેક્ષાએ અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા થાય છે.
પ્રકાશમાન પુદ્ગલો
१५ अत्थि णं भंते ! अचित्ता वि पोग्गला ओभासंति, उज्जोवेंति, તવૃતિ, માતિ? હતા, અસ્થિ ।
: