________________
शत-७ : (द्देश५-१०
४२३
अगणिकायं समारंभंति, तत्थ णं एगे पुरिसे अगणिकायं उज्जालेइ, एगे पुरिसे अगणिकायं णिव्वावेइ, एएसि णं भंते ! दोण्हं पुरिसाणं कयरे पुरिसे महाकम्मतराए चेव महाकिरियतराए चेव महासवतराए चेव महावेयणतराए चेव ? कयरे वा पुरिसे अप्पकम्मतराए चेव जाव अप्पवेयणतराए चेव ? जे वा से पुरिसे अगणिकायं उज्जालेइ, जे वा से पुरिसे अगणिकायं णिव्वावेइ ?
कालोदाई ! तत्थ णं जे से पुरिसे अगणिकायं उज्जालेइ से णं पुरिसे महाकम्मतराए चेव जाव महावेयणतराए चेव । तत्थ णं जे से पुरिसे अगणिकायं णिव्वावेइ से णं पुरिसे अप्पकम्मतराए चेव जाव अप्पवेयणतराए चेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સમાન વય, સમાન ભંડ–પાત્ર અને ઉપકરણવાળા બે પુરુષ એક સાથે અગ્નિકાયનો સમારંભ કરે, તેમાંથી એક પુરુષ અગ્નિકાયને પ્રજ્વલિત કરે અને બીજો પુરુષ અગ્નિકાયને બુઝાવે; હે ભગવન્ ! તે બે પુરુષોમાંથી કયો પુરુષ મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળો છે ? અને કયો પુરુષ અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળો છે ? જે પુરુષ । અગ્નિકાયને પ્રજ્વલિત કરે છે તે પુરુષ કે અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ ?
ઉત્તર– હે કાલોદાયી ! તે બે પુરુષોમાંથી જે પુરુષ અગ્નિકાયને પ્રજ્વલિત કરે છે તે પુરુષ મહાકર્મવાળો યાવત્ મહાવેદનાવાળો છે અને જે પુરુષ અગ્નિને બુઝાવે છે તે અલ્પકર્મવાળો યાવત્ અલ્પવેદનાવાળો હોય છે.
१४ सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ - तत्थ णं जे से पुरिसे जाव अप्पवेयणतराए चेव ?
कालोदाई ! तत्थ णं जे से पुरिसे अगणिकायं उज्जालेइ से णं पुरिसे बहुतरागं पुढविकायं समारंभइ, बहुतरागं आउक्कायं समारंभइ, अप्पतरागं तेउकायं समारंभइ, बहुतरागं वाडकायं समारंभइ, बहुतरागं वणस्सइकायं समारंभइ, बहुतरागं तसकायं समारंभइ । तत्थ णं जे से पुरिसे अगणिकायं णिव्वावेइ, से णं पुरिसे अप्पतरागं पुढविक्कायं समारंभइ, अप्पतरागं आउक्कायं समारंभइ, बहुतरागं तेडक्कायं समारंभइ, अप्पतरागं वाडकायं समारंभइ, अप्पतरागं वणस्सइकायं समारंभइ, अप्पतरागं तसकायं समारंभइ । से तेणट्ठेणं कालोदाई ! जाव अप्पवेयणतराए चेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે તે બે પુરુષમાંથી જે પુરુષ અગ્નિકાયને પ્રજ્વલિત કરે છે તે મહાકર્મવાળો આદિ અને જે અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલ્પકર્મવાળો આદિ થાય છે ?