________________
શ્રી ભગવતી સૂત્ર–૨
कालादाई ! से जहाणामए केई पुरिसे मणुण्णं थालीपागसुद्धं अट्ठारसवंजणाउलं ओसहमिस्सं भोयणं भुंजेज्जा, तस्स णं भोयणस्स आवाए णो भद्दए भवइ, तओ पच्छा परिणममाणे परिणममाणे सुरूवत्ताए सुवण्णत्ताए जाव सुहत्ताए णो दुक्खत्ताए भुज्जो भुज्जो परिणमइ; एवामेव कालोदाई ! जीवाणं पाणाइवायवेरमणे जाव परिग्गहवेरमणे, कोहविवेगे जाव मिच्छादंसणसल्लविवेगे, तस्स णं आवाए णो भद्दए भवइ, तओ पच्छा परिणममाणे परिणममाणे सुरूवत्ताए जाव णो दुक्खत्ताए भुज्जो भुज्जो परिणमइ । एवं खलु कालोदाई ! जीवाणं कल्लाणा कम्मा कल्लाण- फलविवाग-संजुत्ता कज्जति ।
૪૨૨
ભાવાર્થ:
:- પ્રશ્ન– હે ભગવન્ ! જીવોના કલ્યાણ કર્મ કલ્યાણફલવિપાક સહિત કેવી રીતે હોય છે ?
ઉત્તર– હે કાલોદાયી ! જેમ કે કોઈ પુરુષ મનોજ્ઞ તપેલી કે દેગડીમાં પકાવેલું, શુદ્ધ અને અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત, ઔષધમિશ્રિત ભોજન કરે અને તે ભોજન તેને તત્કાલ સારું ન લાગે, પરંતુ પછી પરિણત થતાં થતાં જ્યારે તે સુરૂપે, સુવર્ણરૂપે સુખ(અથવા શુભ) રૂપે વારંવાર પરિણત થાય છે, ત્યારે તે દુઃખરૂપે પરિણત થતું નથી. આ જ રીતે હે કાલોદાયી ! જીવોને માટે પ્રાણાતિપાત વિરમણથી પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક(ક્રોધ ત્યાગ)થી મિથ્યાદર્શનશલ્ય-વિવેક પ્રારંભમાં સારા ન લાગે પરંતુ પછી તેનું પરિણમન થતાં થતાં સુરૂપપણે, સુવર્ણપણે, સુખરૂપે હોય છે પરંતુ દુઃખરૂપે વારંવાર પરિણત થતું નથી. આ રીતે હે કાલોદાયી ! જીવોના કલ્યાણકારી કર્મ(પુણ્ય કર્મ) કલ્યાણફલવિપાક સહિત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કાલોદાયી અણગારના પુણ્ય–પાપના વિપાક વિષયક પ્રશ્નો છે. પુણ્યકર્મનો વિપાક અને પાપકર્મનો વિપાક સમજાવવા માટે પ્રભુએ ઔષધમિશ્રિત અને વિષમિશ્રિત ભોજનનું દૃષ્ટાંત આપ્યું છે.
૧૮ પાપસ્થાનના ત્યાગરૂપ પુણ્યકર્મ ઔષધમિશ્રિત ભોજનની જેમ કદાચ તત્કાલ અપ્રિય લાગે પરંતુ તેનું પરિણામ હિતકારી હોય છે.
૧૮ પાપસ્થાનના સેવનરૂપ પાપકર્મ વિષમિશ્રિત મધુર ભોજનની જેમ કદાચ તત્કાલ પ્રિય લાગે પરંતુ તેનું પરિણામ અહિતકારી હોય છે.
આ રીતે જીવના પરિણામ અનુસાર તેને પુણ્ય અથવા પાપનો વિપાક ભોગવવો પડે છે.
અગ્નિના સમારંભ કરનારને લાગતી ક્રિયા :
१३ दो भंते ! पुरिसा सरिसया जाव सरिसभंडमत्तोवगरणा अण्णमण्णेणं सद्धि