________________
શતક-૭ : ઉદ્દેશક-૧૦
બિરાજમાન હતા, ત્યાં તેમની પાસે આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવોના પાપકર્મ પાપફલ વિપાકથી સહિત હોય છે ?
ઉત્તર– હા, કાલોદાયી ! હોય છે.
૪૧
१० कहं णं भंते ! जीवाणं पावा कम्मा पावफलविवागसंजुत्ता कज्जंति ?
कालोदाई ! से जहाणामए केइ पुरिसे मणुण्णं थालीपागसुद्धं अट्ठारसवंजणाउणं विससम्मिस्सं भोयणं भुंजेज्जा, तस्स णं भोयणस्स आवाए भद्दए भवइ, तओ पच्छा परिणममाणे परिणममाणे दुरूवत्ताए, दुगंधत्ताए जहा महासवए जाव भुज्जो भुज्जो परिणमइ । एवामेव कालोदाई ! जीवाणं पाणाइवाए जाव मिच्छा- दंसणसल्ले, तस्स णं आवाए भद्दए भवइ, तओ पच्छा विपरिणममाणे विपरिणममाणे दुरूवत्ताए जाव भुज्जो भुज्जो परिणमइ । एवं खलु कालोदाई ! जीवाणं पावा कम्मा पावफलविवागसंजुत्ता कज्जति ।
=
શબ્દાર્થ:- આવાર્ = તત્કાલ થાલીપાનસુદ્ધ = સુંદર તપેલી, દેગડીમાં પકાવેલું. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવોના પાપકર્મ પાપફલ વિપાક સહિત કેવી રીતે હોય છે ?
ઉત્તર– હે કાલોદાયી ! જેવી રીતે કોઈ પુરુષ સુંદર તપેલીમાં પકાવેલું શુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત મનોજ્ઞ પરંતુ વિષમિશ્રિત ભોજનનું સેવન કરે છે. તે ભોજન તેને તત્કાલ (સ્વાદિષ્ટ હોવાથી) સારું લાગે છે, પરંતુ પશ્ચાત્ તે વિષયુક્ત ભોજન પરિણત થતાં–થતાં ખરાબરૂપે, દુર્ગંધરૂપે યાવત્ શતક–૬/૩ મહાશ્રવમાં કહ્યા અનુસાર વારંવાર તેનું અશુભ પરિણમન થાય છે. હે કાલોદાયી ! આ રીતે પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢાર પાપસ્થાનકનું સેવન જીવોને પ્રારંભમાં તો સારું લાગે છે, પરંતુ જ્યારે તેના બાંધેલા પાપકર્મ ઉદયમાં આવે છે, ત્યારે તે અશુભરૂપે પરિણત થતાં થતાં દુરૂપપણે, દુર્ગંધપણે વારંવાર અશુભ પરિણામને પ્રાપ્ત કરે છે. આ રીતે હે કાલોદાયી ! જીવોના પાપકર્મ અશુભ ફલવિપાકથી યુક્ત હોય છે.
११ अत्थि णं भंते! जीवाणं कल्लाणा कम्मा कल्लाणफलविवागसंजुत्ता જ્ન્મતિ? હતા, અસ્થિ ।
ભાવાર્થ :- પ્રશ્ન હે ભગવન્ ! જીવોના કલ્યાણ(શુભ) કર્મ શું કલ્યાણ ફલ(શુભફલ) વિપાક સહિત હોય છે ? ઉત્તર– હા, કાલોદાયી ! હોય છે.
१२ कहं णं भंते ! जीवाणं कल्लाणा कम्मा जाव कज्जंति ?