________________
[ ૪૨૦]
શ્રી ભગવતી સત્ર-૨
નથી, માત્ર બુદ્ધિગમ્ય છે. પુદ્ગલાસ્તિકાય રૂપી છે અર્થાત્ તે દષ્ટિગમ્ય છે તેમજ તે દ્રવ્યોમાં જીવાસ્તિકાય જીવરૂપ છે, શેષ ચાર અસ્તિકાય અજીવરૂપ છે.
જીવની સુવા, બેસવાની આદિ પ્રત્યેક ક્રિયા અરૂપી અજીવ દ્રવ્ય પર થતી નથી. એક રૂપી અજીવ પુલાસ્તિકાય પર જ જીવની પ્રત્યેક ક્રિયા થાય છે અને શુભાશુભ ફલદાયક શુભાશુભ પુણ્ય પાપકર્મનો સંબંધ જીવને જ થાય છે, જીવ પોતાના શુભાશુભ ભાવોથી તથા પ્રકારના કર્મોનો બંધ કરે છે. અજીવ દ્રવ્યમાં શુભાશુભ ભાવો ન હોવાથી કર્મનો બંધ થતો નથી.
પ્રભુના સત્સંગથી કાલોદાયીને સંતોષપ્રદ સમાધાન થયું. ત્યારપછી ઉપદેશ સાંભળી વૈરાગ્ય વાસિત થઈ પ્રભુના શાસનમાં તે પ્રવ્રજિત થઈ ગયા. સબુદ્ધ - સંબુદ્ધ શબ્દના અનેક અર્થ થાય છે, જેમ કે (૧) બોધને પ્રાપ્ત કરવો, (૨) ધર્મ પ્રત્યે આકર્ષણ થવું, (૩) ગુરુ કે ધર્મ પ્રતિપૂર્ણ શ્રદ્ધાભાવ થવો, (૪) ધર્મનો સ્વીકાર કરવો, (૫) સંયમ ધર્મનો સ્વીકાર કરવો વગેરે. પ્રસ્તુતમાં કાલોદાયી ભગવાન અને ધર્મ પ્રત્યે આકર્ષિત થયા તે અર્થમાં વૃદ્ધ શબ્દનો પ્રયોગ થયો છે.
કાલોદાયી અણગારના પુણ્ય-પાપ વિષયક પ્રશ્નો :| ९ तएणंसमणे भगवंमहावीरे अण्णया कयाइ रायगिहाओणयराओ, गुणसीलाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ ।
तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे गुणसीलए चेइए होत्था । तएणं समणं भगवं महावीरे अण्णया कयाइ जाव समोसढे जाव परिसा पडिगया।
___ तए णं से कालोदाई अणगारे अण्णया कयाइ जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अत्थि णं भते ! जीवाणं पावा कम्मा पावफलविवागसंजुत्ता कज्जति? હતા, અત્યિા
ભાવાર્થ:- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને બહાર જનપદોમાં વિચરણ કરવા લાગ્યા.
તે કાલે અને તે સમયે રાજગુહ નામનું નગર હતું. નગરની બહાર ગુણશીલ નામનું ઉધાન હતું. કોઈ એક સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પુનઃ ત્યાં પધાર્યા. સમવસરણ થયું. પરિષદ ધર્મોપદેશ સાંભળીને પાછી ગઈ.
ત્યાર પછી અન્ય કોઈ સમયે કાલોદાયી અણગાર, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી