________________
| ४०८
શ્રી ભગવતી સૂત્ર-૨
अबले, अवीरिए, अपुरिसक्कारपरक्कमे अधारणिज्जमिति कटु तुरए णिगिण्हइ, तुरए णिगिण्हित्ता रहं परावत्तेइ रहं परावत्तित्ता रहमुसलाओ संगामाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता, एगंतमंतं अवक्कमइ, एगंतमंत अवक्कमित्ता तुरए णिगिण्हइ, तुरए णिगिण्हित्ता रहं ठवेइ, रहं ठवेत्ता रहाओ पच्चोरुहइ, रहाओ पच्चोरुहित्ता तुरए मोएइ, तुरए मोएत्ता तुरए विसज्जेइ, तुरए विसज्जित्ता दब्भसंथारगं संथरइ, दब्भसंथारगं संथरित्ता दब्भसंथारगं दुरूहइ, दब्भसंथारगं दुरूहित्ता पुरत्थाभिमुहे संपलियंक णिसण्णे, करयल संपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी- णमोत्थुणं अरिहंताणं भगवंताणं जाव संपत्ताणं, णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स आइगरस्स जावसंपाविउकामस्स मम धम्मायरियस्स धम्मोव- देसगस्स; वंदामि णं भंगवंतं तत्थगयं इहगए, पासउ मे से भगवं तत्थगए जाव वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- पुट्विं पि मए समणस्स भगवओ महावीरस्स अतिए थूलए पाणाइवाए पच्चक्खाए जावज्जीवाए; एवं जाव थूलए परिग्गहे पच्चक्खाए जावज्जीवाए; इयाणि पि णं अहं तस्सेव भगवओ महावीरस्स अंतिए सव्वं पाणाइवायं पच्चक्खामि जावज्जीवाए, एवं जहा खंदओ जाव एयं पि य णं चरिमेहिं ऊसास णीसासेहिं वोसिरिस्सामि त्ति कटु सण्णाहपट्ट मुयइ, सण्णाहपट्ट मुइत्ता सल्लुद्धरणं करेइ, सल्लुद्धरणं करेत्ता आलोइयपडिक्कते, समाहिपत्ते, आणुपुव्वीए कालगए। शार्थ :- सण्णाहपढें = २।४यिल, वय ५२नो पो(Belt). ભાવાર્થ :- તત્પશ્ચાતુ વરુણનાગનzઆ તે પુરુષના ગાઢ પ્રહારથી શક્તિ રહિત, શારીરિક સામર્થ્ય રહિત, માનસિક સામર્થ્યથી રહિત, પુરુષાર્થ અને પરાક્રમથી રહિત થઈ ગયા અને "હવે મારું શરીર ટકશે નહી," તેમ સમજીને તેણે ઘોડાને થોભાવ્યો, ઘોડાને થોભાવીને રથને પાછો ફેરવ્યો, રથને પાછો ફેરવીને રથમૂલ સંગ્રામના સ્થળમાંથી બહાર નીકળ્યા; સંગ્રામ સ્થળમાંથી બહાર નીકળીને એકાંત સ્થાનમાં આવ્યા, એકાંત સ્થાનમાં આવીને ઘોડાને રોક્યા, ઘોડાને રોકીને રથને સ્થિત કર્યો; પછી રથમાંથી નીચે ઉતરીને ઘોડાને છોડ્યા, છોડીને વિસર્જિત કર્યા. પછી દર્ભ (ડાભ)નો સંથારો બિછાવ્યો અને દર્ભના સંથારા પર આરૂઢ થયા, દર્ભના સંથારા પર આરૂઢ થઈને પૂર્વદિશા તરફ મુખ કરીને, પર્યકાસને બેઠા, બેસીને બંને હાથ જોડીને શિરસાવર્ત કરતાં મસ્તક પર અંજલિ કરીને આ પ્રમાણે બોલ્યા- નમસ્કાર હો અરિહંત ભગવંતોને યાવતુ જે સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે તેઓને નમસ્કાર હો. તેમજ જે ધર્મની આદિના કરનારા થાવસિદ્ધ ગતિને પ્રાપ્ત કરવાના ઈચ્છુક એવા મારા ધર્મગુરુ ધર્માચાર્યશ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો. અહીં રહેલો હું ત્યાં (દૂર સ્થાનમાં) રહેલા ભગવાનને વંદન કરું છું. ત્યાં રહેલા ભગવાન મારા પર દષ્ટિ નાંખો, ઈત્યાદિ કહીને તેણે વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું